આગામી વિધાનસભા -2022 ની ચુટણી સંદર્ભે મોરબી તાલુકા ભાજપ પ્રમુખ અરવિંદ ભાઇ વાસદડીયા ની અધ્યક્ષતા મા હોદેદારો ની મીટીંગ યોજાઇ
મોરબી જીલ્લા ભાજપ પ્રમુખ દુર્લભજીભાઇ દેથરીયા મંહામંત્રી રણછોડભાઇ દલવાડી, જયુભા જાડેજા, બાબુભાઇ હુંબલ , ઉપ પ્રમુખ હસુભાઇ પંડયા, મંત્રી રમાબેન ગડારા ની ઉપસ્થિતી મા સાસંદ શ્રી ના કાર્યાલય ખાતે આગામી વિધાનસભા ચુટણી ની તૈયારી ના ભાગ રુપે યોજાયેલ મીટીંગ મા મોરબી તાલુકા ના દરેક શકિત કેન્દ્ર ઉપર દર રવિવારે પેજ પ્રમુખ , બુથ પ્રમુખ અને તાલુકા પંચાયત જીલ્લા પંચાયત સભ્યો સાથે મળી ટીફીન બેઠક નુ આયોજન કરવુ તથા જે આંગણવાડી મા કુપોષિત બાળકો છે ત્યા આપણા આગેવાનો દ્વારા પોષક તત્વ યુક્ત ખોરાક પહોચાળી આપણા વિસ્તાર મા એક પણ બાળક કુપોષિત ન રહે એવી રીતે અભિયાન હાથ ધરવાનું જણાવાયુ
દરેક ગ્રામ્ય વિસ્તાર મા છેવાડા ના માનવી સુધી સરકારની યોજના પહોંચે તેમાં ભાજપ કાર્યકર્તા પૂરક બને, મીટીંગ મા તાલુકા ભાજપ ના હોદેદારો એકી અવાજે જણાવ્યું કે ગુજરાત સરકાર દ્વારા શક્ત શનાળા ખાતે મંજુર કરેલ સરકારી મેડીકલ કોલેજ (GMERS) ઝડપ થી કાર્યાન્વિત થાય જેથી ગરીબ દર્દી ઓ ને મેજર ઓપરેશન માટે રાજકોટ કે અમદાવાદ સિવિલ મા ન જવુ પડે એ સુવિધા મોરબી સિવિલ મા ઉપલબ્ધ થાય
આ મીટીંગ મા મોરબી તાલુકા ભાજપ મહામંત્રી, ઉપપ્રમુખ , મંત્રી તમામ મોર્ચા ના પ્રમુખ- મહામંત્રી, જીલ્લા પંચાયત, તાલુકા પંચાપત સભ્યો, હાજર રહ્યા હતા