હળવદ : સામાજિક કાર્યકર અને મોરબી જિલ્લા યુવા ભાજપના મહામંત્રી તપનભાઈ દવેના જન્મદિવસની પ્રેરણાદાયી ઉજવણી કરાઇ

વિશાલ જયસ્વાલ : હળવદ શહેરના સામાજિક કાર્યકર અને મોરબી જિલ્લા યુવા ભાજપના મહામંત્રી તપનભાઈ દવેના જન્મદિવસની અનોખી ઉજવણી કરવામાં આવી હતી. જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે સૌપ્રથમ સવારે ગૌશાળામાં ગૌમાતા અને અબોલજીવો માટે નીરણ નાખવામાં આવ્યું હતું. આ સિવાય હળવદ શહેરમાં નિઃશુલ્ક હૃદયરોગ નિદાન કેમ્પનું આયોજન શ્રી રજોધરજી હાઇસ્કુલ કરવામાં આવ્યું હતું. આ કેમ્પનો 115 દર્દીઓએ લાભ લીધો હતો. જે અંતર્ગત દર્દીઓને કર્ડિયોગ્રામ, ડાયાબિટીસ તેમજ બ્લડપ્રશર જેવી તપાસ વિનામૂલ્યે કરી આપવામાં આવી હતી. આ દરમિયાન માલણીયાદના નિવાસી એક દર્દી તપાસ માટે આવતા તેઓને તે સમયે હૃદયરોગનો હુમલો ચાલુ હોવાનું નિદાન થતાં તાત્કાલિક વધુ સારવાર અર્થે મોરબી ખસેડવામાં આવેલ.

આ સિવાયમાં કેમ્પમાં લાભ લીધેલ દર્દીઓમાંથી 50 કરતા વધુ દર્દીઓને આગળની સારવારનું માર્ગદર્શન આપવામાં આવેલ. આ સિવાય નવજીવન વિકલાંગ સેવાશ્રમ ખાતે દિવ્યાંગ બાળકો સાથે જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં ગુજરાત સરકારના મંત્રી બ્રિજેશભાઈ મેરજા ખાસ ઉપસ્થિત રહ્યા હતા

હ્રદય ની તપાસ ના કાર્યક્રમ માં મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ દુર્લભજીભાઈ દેથારીયા, ધારાસભ્યશ્રી પરષોત્તમભાઈ સાબરીયા, પરમ પુજય દિપકદાસજી મહારાજ, બિપીનભાઈ દવે, રણછોડભાઈ દલવાડી, રમેશભાઈ પટેલ, ડો. સી. ટી. પટેલ, મામલતદારશ્રી નાનજીભાઈ ભાટી, જિલ્લા પંચાયત પ્રમુખ ચંદુભાઈ શિહોરા, જીગ્નેશભાઈ કૈલા, રજનીભાઇ સંઘણી, ઘનશ્યામભાઈ ગોહિલ, અજયભાઇ રાવલ, કેતનભાઈ દવે , ભાવેશભાઈ ઠક્કર ઉર્વશીબેન પંડ્યા, જશુબેન પટેલ, પ્રદ્યુમનભાઈ પટેલ, સંગીતાબેન ભીમાણી, ડો. બી. ટી. માલમપરા, ડો. ભાવિનભાઈ ભટ્ટી સહિત સરકારી હોસ્પિટલ ના તમામ તબીબો સંગઠનના કાર્યકરો અને હોદ્દેદારો સહિત હળવદ ના ફ્રેન્ડસ યુવા ગ્રુપ અને પાટિયા ગ્રુપ સહિત વિવિધ સામાજિક અને રાજકીય ધાર્મિક અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

તપનભાઈના જન્મદિવસની આ પ્રેરણાદાયી ઉજવણીને સફળ બનાવવા માટે તપનભાઈએ તેઓના મિત્રવર્તુળ, પત્રકારમિત્રો તેમજ વિવિધ સામાજિક સંગઠનોના હોદ્દેદારો તેમજ આયુષ હોસ્પિટલ ડોકટરોની ટીમનો અને આ કેમ્પ ને સફળ બનાવનાર તમામ નો આભાર વ્યક્ત કર્યો હતો.