50 ટન રેતી ભરેલાં ડંમ્પરને જપ્ત કરી ખાણખનીજનો મેમો
વિશાલ જયસ્વાલ : હળવદની બ્રાહ્મણી નદીમાં ખનીજચોરીના દુષણને ડામવા મામલતદાર ખુદ બીડું ઝડપી લીધું છે અને અગાઉ રેતી ભરેલું ડંમ્પર ઝડપી લીધા બાદ માલણીયાદમા રેતી ભરેલું ટ્રેક્ટર ઝડપી લીધું છે અને મયુરનગરથી બપોરના સમયે મામલતદાર દ્વારા આશરે 50 ટન ડંમ્પર નં. જીજે 10 ટીએક્સ 9850ને ઝડપી પાડીને પોલીસ હવાલે કરી ખાણખનીજનો મેમો ફટકારી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
હળવદ મામલતદાર એસ.એન ભાટીએ બેફામ બનેલા રેતીચોરીના દુષણ સામે કાર્યવાહી હાથ ધરી છે અને અગાઉ પણ મામલતદાર દ્વારા બેફામ બનેલા ડંમ્પરને ઝડપીને ખાણખનીજનો મેમો આપ્યો હતો તો માલણીયાદ નદીમાં રેતીચોરીને ડામવા મહિલા સરપંચ દ્વારા રજૂઆત બાદ મામલતદાર દ્વારા તાત્કાલિક ધોરણે કામગીરી કરીને ગણતરીની મિનિટોમાં રેતી ભરેલું ટ્રેક્ટર ઝડપી લીધું હતું ત્યારે બ્રાહ્મણી નદી રેતીચોરીનુ એપી સેન્ટર મનાય છે
અવારનવાર રેત માફીયાઓ તંત્રને હાથતાળી આપીને છટકવામા સફળ થઈ જતાં હોય છે પરંતુ મામલતદાર દ્વારા ગુરુવારે બપોરના સમયે નદીમાંથી બિન અધિકૃત રીતે પસાર થતાં ડંમ્પર નં જીજે 10 ટીએક્સ 9850ના ચાલક નવઘણને ઝડપીને ડંમ્પર પોલીસ હવાલે કરવામાં આવ્યું હતું તો સાથે ડંમ્પર માલિક રાજભા જાડેજાને આશરે 50 ટન રેતી ભરેલાં ડંમ્પરનો ખાણખનીજનો મેમો ફટકારી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.