મોરબી ખનીજ વિભાગની રહેમ હેઠળ ચાલતી બેફામ ખનીજ ચોરી ???

ખનીજ ખાતાને અનેક રજુઆત છતાં પણ બેફામ રીતે ખનીજ ચોરી યથાવત

મોરબી જિલ્લામાં ખનીજ માફિયાઓ દ્વારા બેફામ રીતે ખનીજ ચોરી થઈ રહી છે જે બાબતે અનેક રજુઆત છતાં ખનીજ વિભાગ દ્વારા કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવી રહી નથી મોરબી જિલ્લા ખનીજ વિભાગના મુખ્ય અધિકારી અને કર્મચારીઓને ખનીજ ચોરી અંગે અનેક રજુઆત હોય તેમ છતાં કોઈ પણ પ્રકારે ધ્યાન આપવામાં આવી રહીયું નથી

મોરબી જિલ્લાન ટંકારા તાલુકાના લજાઈ ગામ પાસે ખનીજ ચોરી થઈ રહી છે તે બાબતે મુખ્ય અધિકારી અને કર્મચારીઓને રજુઆત કરવામાં આવેલ તેમ છતાં પણ હજુ તે સ્થળો પર ખનીજ ચોરી અટકવામા આવી નથી સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ થોડા દિવસ પહેલા જ લજાઈ પાસે ખનીજ ખાતાના કર્મચારીને ખનીજ ચોરી કરનાર સાથે બેઠા હોય તેવું જોયેલ છે

ખનીજ ખાતાના ભ્રષ્ટ કર્મચારીઓ પોતાના ખિસ્સા ગરમ કરવામાં માંથી નવરા નથી થતા ? હાલ મોરબી જિલ્લા જે રીતે ખનીજ ચોરી થઈ રહી છે તે જોતા આ ખનીજ માફિયાઓને ખનીજ ખાતાની રહેમ હોય તેવું સ્પષ્ટ દેખાય આવે છે

ખનીજ ચોરીને રોકવામાં નિષ્ફળ ગયેલ ખનીજ ખાતાના અધિકારીઓ કે કર્મચારીઓ ACB ના જપેટા માં ક્યારે આવશે ? ખનીજ ચોરી રોકવા માટે RTO અને પોલીસ પણ આગળ આવી શકે છે નંબર પ્લેટ  વગર ના ઓવરલોડ ભરેલા વાહનો સામે આંખ લાલ કરવાની જરૂર છે અને જો કામગીરી RTO અને પોલોસ પણ નથી કરતી તો તેનો સીધો અર્થ એ થાય છે કે તેઓના પણ ખિસ્સા ગરમ કરી દેવામાં આવે છે

હળવદ માટે મામલતદાર ખનીજ ચોરો સામે આવ્યા હવે જોવાનું રહ્યું કે ખનીજ ચોરી ને રોકવા માટે કયો વિભાગ આગળ આવે છે