મોરબીના ટીંબડી પાટીયા પાસે એક ડમ્પરે મોટરસાયકલને હડફેટે લેતા પિતા પુત્રનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું જ્યારે માતાને ગંભીર ઈજાઓ પહોચી હતી. મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર મદનભાઈ રણછોડભાઈ પરમારે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા જણાવ્યું છે કે ફરિયાદીના ભાઈ દિનેશભાઈ તેમના પત્ની લક્ષ્મીબેન અને તેમનો પુત્ર આદેશ મોટરસાયકલ રજી. નંબર GJ 36 AK 6669 વાળું લઈને તેમના કારખાનેથી મોરબી જતા હતા તે દરમ્યાન ડમ્પર ટ્રક રજી.નં.GJ 36 V 9146 ના ચાલકે તેનો ડમ્પર ટ્રક પુર ઝડપે અને બેદરકારીથી ચલાવી ફરિયાદીના ભાઈના બાઈકને પાછળથી ઠોકર મારતા ફરિયાદીના ભાઈને તથા ભત્રીજા આદેશને શરીરે ગંભીર ઈજા થવાના કારને ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. જ્યારે લક્ષ્મીબેનને જમણાં આખા પગમાં ગંભીર ઈજા તેમજ ફેક્ચર તેમજ ડાબા પગમાં ઘૂંટણ થી ઉપર ફેક્ચર તેમજ શરીરે ઈજા પહોંચી હતી. મોરબી તાલુકા પોલીસે ડમ્પર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.






