વાંકાનેરમાં નિસ્વાર્થ વિનામૂલ્યે છાશ વિતરણ કેન્દ્ર શરૂ કરાયું

રિપોર્ટ:આરીફ દિવાન : વાંકાનેર ખાતે ગત તારીખ 13-4-2022 ના રોજ પટેલ ઓઇલ મીલ દ્વારા પરિસ્થિતિને ધ્યાને રાખી ઉનાળાની ઋતુ માં સૌપ્રથમ વખત નિસ્વાર્થ ભાવે વિનામૂલ્યે છાશ વિતરણ કેન્દ્ર શરૂ કરાયું છે જેમાં રોજ અંદાજે ૫૦૦ થી ૭૦૦ જેટલા સ્થાનિક લોકો રાહદારીઓ લાભ લઇ રહ્યા છે આ કાર્યક્રમ ઉનાળાની ઋતુમાં તપતા તંદૂર જેવો માહોલ મોટાભાગે લોકો મહેસૂસ કરી રહ્યા છે

ત્યારે વાંકાનેરમાં પટેલ ઓઇલ મીલ ખાતે પોતાની ચેમ્બરમાં જાહેર માર્ગ પર યુવાનો વૃદ્ધો બાળકો પસાર થતા લોકોને ઠંડી મસાલેદાર છાશ નું વિતરણ કરી લોકોના આશીર્વાદ મેળવી રહ્યા છે જેમાં પટેલ ઓઇલ મીલ ના અરવિંદભાઈ પટેલ તેમજ સમીરભાઈ પટેલ હિતેશભાઈ પટેલ સહિત સમગ્ર સ્ટાફ ના અશોકભાઈ દેગામા હિતેશભાઈ સારદીયા વિશાલભાઈ ખાંડેખા સહિતની શક્તિ ભાઈ આચાર્ય સેવાકાર્યમાં સવારના ૧૧ વાગ્યાથી છાશ કેન્દ્ર શરૂ કરી દેવામાં આવે છે આ કાર્યક્રમનો ઉદ્દેશ માત્ર માનવસેવા પૂરતો છે હાલ ઉનાળાની ઋતુમાં તાપમાનની ડીગ્રી દિનપ્રતિદિન વધી રહી છે એવા સમયે સેવા કાર્ય હાથ ધરવામાં આવ્યું છે જે તસવીરમાં નજરે પડે છે