મોરબી અનેક અવનવી પ્રવૃત્તિઓ દ્વારા ખુબજ જાણીતું છે, મોરબીમાં અનેક સેવાકીય પ્રકલ્પો,માનવ ઉત્થાનના સત્કાર્યો થઈ રહ્યા છે ત્યારે મોરબીમાં બાબા રામદેવ પતંજલિ યોગ વિદ્યાપીઠના માર્ગદર્શનથી મિનાબહેન માકડીયાએ વર્ષ – ૨૦૧૫માં ઓમ પાર્ટી પ્લોટ,રવાપર તાલુકા શાળા,મધુરમ સોસાયટીના બગીચામાં વિવિધ જગ્યાએ દરરોજ સાંજે 5.00 થી 6.30 સુધી બહેનોને યોગ કરાવવાનું ચાલુ કર્યું
ત્યારબાદ વર્ષ – ૨૦૧૫ થી આલાપ પાર્કમાં દિપેશભાઈ ઘોડાસરાના ખૂબ મોટા પાર્કિંગમાં પાંચ વર્ષથી ખૂબ જ મોટી સંખ્યામાં બહેનો ઉપસ્થિત રહી યોગનો લાભ લઈ યોગઃ કર્મસુ કૌશલ્મ ની ઉક્તિને સાર્થક કરી તન અને મનની તંદુરસ્તી પ્રાપ્ત કરે છે,આલાપ પાર્ક ચાલતા યોગ કેન્દ્રના પાંચ વર્ષ અને મોરબીમાં સતત સાત વર્ષ થતા ભવ્ય અને દિવ્ય ઉજવણી કરવામાં આવી જેમાં બહુચરમાના આનંદના ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું
ત્યારબાદ યોગના લાભાર્થીઓએ યોગથી થતા ફાયદાના પ્રતિભાવ આપતા સંગીતાબેન વડસોલાએ જણાવ્યું હતું કે હિમોગ્લોબીન ઘટી ગયું હતું ખુબજ સુસ્તીનો અનુભવ થતો હતો પણ યોગ કરવાથી હિમોગ્લોબીનનું પ્રમાણ વધી ગયું અને ખુબજ સ્ફૂર્તિનો અનુભવ થવા લાગ્યો નિમુબેને પ્રતિભાવ આપતા જણાવ્યું કે યોગ કરવાથી તન અને મનની તંદુરસ્તી વધે છે
આ પ્રસંગે ટિફિન સેવાના અગ્રણી કંચનબેન અઘારાની ઉત્તમ સેવાકીય પ્રવૃત્તિ બદલ અને ભારતીબેન રંગપડીયાને વિવિધ સમાજિક પ્રવૃત્તિ કરવા બદલ તેમજ મીનાબેન માકડીયાની અન ઉપસ્થિતમાં માનસીબેન ઘોડાસરા યોગ કરાવતા હોય એમને યોગ ટીચર તરીકે સન્માનિત કરાયા હતા.સમગ્ર કાર્યક્રમનું સંચાલન અલ્પાબેન ઘોડાસરા અને બંસીબેન માકડિયાએ કર્યું હતું.