મોરબી : વોર્ડ ૧૧ માં આવેલ વિસ્તારને બંધારણીય સુવિધાઓ પૂરી પાડવા “આપ”ની માંગ

મોરબી નગરપાલીકામાં વર્ષોથી વોર્ડ નંબર-૧૧ માં આવેલ રોલા રાતડીયાની વાડી, કપોરીની વાડી, શિયાળની વાડી, પાનેલીની વાડી, સામતાની વાડી તેમજ ખાનરોલા ની વાડી માં આશરે ૫ (પાંચ) હજારથી ઉપરની વસ્તી ધરાવે છે . તેઓ હજુ પણ વર્ષોથી ભારત દેશ અને પાલિકા એકટ મુજબના બંધારણીય અધિકારોથી વંચિત છે . જેમાં મુખ્યતવે પાણીના નિકાલ માટે ભૂગર્ભ ગટર નો વર્ષો જુનો પ્રશ્ન છે .

આ વિસ્તારના રહીશો દ્વારા મોરબી નગરપાલિકાને અનેક વખત રજૂઆત કરવા છતાં હજુ સુધી આ પ્રશ્નનો નિકાલ ન આવતા વિરતારના રહીશો સાથે આમ આદમી પાર્ટી મોરબી શહેર ટીમ દ્વારા મોરબી નગરપાલિકા ચીફ ઓફિસરને રજૂઆત કરેલ કે કોઈપણ પ્રકારનો વહાલા દહોલાની નીતિથી બહાર આવી લોકોના પ્રશ્નો માટે મદદરૂપ થાવ. અન્યથ આમ આદમી પાર્ટી આ વિસ્તારના લોકોને સાથે રાખી જન આંદોલન કરશે તેવું આવેદનપત્ર માં જણાવેલ.

આ સમયે આમ આદમી પાર્ટી પ્રમુખ મુકેશ હડિયાલ, ઉપપ્રમુખ અરવિંદ ગઢવી, રાજેન્દ્રસિંહ ઝાલા, શહેર મંત્રી વિશાલ દવે, મહિલા પ્રમુખ અલ્પાબેન કકડ, લઘુમતી સેલ પ્રમુખ કરીમ જામ, યુવા ટીમ માંથી હુસેન શાહમદા, વૉર્ડ નંબર 11ના પ્રમુખ પ્રફુલભાઈ નકુમ તેમજ મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહેલ.