મોરબી : આર.ઓ.પટેલ મહિલા કોલેજ દ્વારા બે દિવસીય એડવેન્ચર કમ ટ્રેકિંગ કેમ્પ યોજાયો

શ્રી કડવા પાટીદાર કન્યા કેળવણી મંડળ સંચાલિત શ્રીમતી રેવાબેન ઓધવજીભાઈ મહિલા કોલેજ દ્વારા પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતી વિધાર્થિનીઓ માટે બે દિવસીય એડવેન્ચર કમ ટ્રેકિંગ કેમ્પનું આયોજન કરવામાં આવેલ હતું જેમાં 138 જેટલી સ્ટુડન્ટસ ઉત્સાહભેર જોડાયા હતી.

પ્રથમ દિવસે મહેસાણા જિલ્લાના વિજાપુર તાલુકાના દેરોલ ગામ પાસે આવેલ તિરુપતિ ઋષિવન એડવેન્ચર પાર્કની મુલાકાત લીધેલ હતી. એડવેન્ચર પાર્ક જુદી જુદી રોમાંચક એડવેન્ચર એક્ટિવિટી જેવી કે ઝીપ લાઈન, ફ્લાવર ઓફ વેલી(બુર્માં બ્રિજ), વોટર શુટ, કોલંબસ રાઇડ, બ્રેક ડાન્સ, ડેસીંગ કાર અને ફિઝ બી જેવી એડવેન્ચર રાઈડ કરવામાં આવેલ હતી આ એડવેન્ચર એક્ટિવિટીનો મુખ્ય ઉદ્દેશ્ય વિધાર્થિનીઓમાં રહેલ માનસિક ડર દૂર કરવાનો હતો. રાત્રિ રોકાણ મીરા હોટેલમાં કરવામાં આવેલ હતું જ્યાં રાત્રીના સમયે ગરબા રમવાનો લ્હાવો લીધો હતો.

બીજા દિવસે ભારતભરની 51 શક્તિપીઠ માની 1 શક્તિપીઠ એટલે અંબાજીની પણ મુલાકાત લીધેલ હતી. અંબાજી ખાતે આવેલ ગબ્બર પર્વતના 1000 પગથિયાં પગપાળા ચડીને પર્વત પર બિરાજમાન અંબાજી માતાના તથા અખંડ જ્યોત દર્શન કરેલ હતા અને ગબ્બર પર્વત ખાતે ગુજરાત યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા 3D લાઈટ એન્ડ સાઉન્ડ શો જોઈ ગબ્બરના ઇતિહાસની ઝીણવટભરી માહિતી મેળવી હતી. કુંભારીયા ખાતે આવેલ જૈન દેરાસરની પણ મુલાકાત લીધેલ હતી અને દેરાસરની ઝીણવટભરી કોતરણી અને 24 તીર્થંકરના દર્શન કરેલ હતાં. તદુપરાંત અંબાજી માતાજીના સુવર્ણ મંદિરમાં માતાજીના દર્શન કરીને મંદિર પરિસરમાં આવેલ ચાચરના ચોકમાં ગરબે રમવાનો પણ લ્હાવો લીધો હતો.

બેદિવસીય એડવેન્ચર કમ ટ્રેકિંગ કેમ્પનું સફળતાપૂર્વક આયોજન થાય તે માટે મોરબી ડેપો દ્વારા 3 ST બસ પૂરી પાડવામાં આવેલ હતી તો આ તકે મોરબી ડેપો મેનેજર દિલીપભાઈ શામળા તથા નવી બસ ફાળવવા બદલ વહીવટી વિભાગના વડા બકા મહારાજનો પણ ખૂબ ખૂબ આભાર માનવામાં આવ્યો હતો. બેદિવસીય એડવેન્ચર કમ ટ્રેકિંગ કેમ્પ સફળતાપૂર્વક પૂર્ણ થાય તે માટે કોલેજના કોમર્સ ડિપાર્ટમેન્ટ ના HOD મયુરભાઈ હાલપરા તથા અન્ય અધ્યાપકગણમાં ચંદ્રેશ સર, હાર્દિકભાઈ, કેતનભાઈ, મયુરભાઈ, પાયલમેમ, રેખામેમ, મિતલમેમ, બિદિયામેમ અને વંદનામેમ એ ભારે જહેમત ઊઠાવી હતી.