મોરબી : તંત્ર માટે શિક્ષિત બેરોજગાર યુવાનો મજાક બની ગયા છે ??

એક દિવસ પહેલા રોજગાર ભરતી મેળો મોકૂફ કરાયો

તંત્ર રોજગારી માટે યોગ્ય આયોજન કરવામાં નિષ્ફળ રહ્યું છે શિક્ષિત બેરોજગાર યુવાનો આ તંત્ર માટે મજાક બની ગયા છે તેવી રીતે નિર્ણય લઈ રહ્યા છે મોરબીમાં ૫-૫-૨૦૨૨ ના રોજ ભરતી મેળો યોજાવાનો હતો પણ અચાનક એક દિવસ અગાવ જ એ રદ કરી દેવામાં આવે છે શા માટે યુવાનો સાથે આવું કરવામાં આવે છે તંત્ર દ્વારા થતા અન્ય કાર્યક્રમો ક્યારે રદ થયા છે ? ના  તો શા માટે બેરોજ યુવાનો સાથે જ આવું કરવામાં આવી રહ્યું છે એક ભરતી મેળાનું આયોજન ના કરી શકનાર તંત્ર પાસે બીજી શું અપેક્ષા રાખી શકાય ?

રોજગાર વિનિમય કચેરી મોરબી દ્વારા તા.૦૫-૦૫ ૨૦૨૨ ના રોજ સવારે ૧૧:૦૦ કલાકે પી.વી.સી ટેકનિકલ હાઇસ્કૂલ, વી.સી.ફાટક પાસે,મોરબી ખાતે જિલ્લા કક્ષાનો રોજગાર ભરતી મેળાનું આયોજન કરવામાં આવેલ છે, જે નિયામક રોજગાર અને તાલીમ, ગાંધીનગરના આદેશથી અનિવાર્ય કારણોસર, હાલ તુરત મોકૂફ રાખવામાં આવેલ છે.

જેની સર્વે ઉમેદવારોએ અને નોકરીદાતાઓએ નોંધ લેવી. ફરીથી ભરતી મેળાનો કાર્યક્રમ નક્કી થયે સંબંધિતોને નવેસરથી આમંત્રિત કરવામાં આવશે, અને બહોળી પ્રસિદ્ધિ કરવામાં આવશે. ભરતી મેળામાં ઉપસ્થિત રહેવા જે ઉમેદવારોને એસ.ટીકૂપન મોકલવામાં આવેલ છે, તેનો ઉપયોગ નહી કરવાનું જણાવવામાં આવે છે. વધુ માહિતિ-માર્ગદર્શન માટે રોજગાર સેતુ કોલ સેન્ટર નં ૬૩૫૭૩૯૦૩૯૦ પર સંપર્ક કરવો.