ભગવાન શ્રી પરશુરામ દાદા ના જન્મોત્વ નિમેતે પરશુરામ યુવા ગ્રુપ મોરબી પ્રમુખ નિરજભાઈ ભટ્ટ અને તેમની ટીમ દ્વારા ભવ્ય શોભા યાત્રા નું આયોજન કરવામાં આવ્યું હતું આ શોભાયાત્રા માં મોરબી ના ભુદેવો બોહળી સખ્યાં માં જોડાણા હતા ભગવાન પરશુરામ ની શોભાયાત્રા ગાયત્રી મંદિર વાઘપરા થી પ્રસ્થાન કરવા માં આવ્યું હતું શહેર ના મુખ્ય માર્ગ પર થઈ ને પરશુરામ ધામ નવલખી રોડ ખાતે પૂર્ણ થયેલ હતી પરશુરામ ધામ ખાતે
મહા આરતી તેમજ અન્નકોટ દર્શન કરી મહાપ્રસાદનું આયોજન કરવા આવ્યું હતું તેમજ પરશુરામ ધામ ખાતે નીરજભાઈ ભટ્ટ ની સમસ્ત બ્રહ્મસમાજ મોરબી જીલ્લા ના મહામંત્રી તરીકે વરણી કરવા મા આવી હતી
તેમજ પરશુરામ યુવા ગ્રુપ ના નવા હોદ્દેદાર ની વરણી કરવા માં આવી હતી પરશુરામ યુવા ગ્રુપ ના નવા પ્રમુખ તરીકે રોહિતભાઈ પંડ્યા મહામંત્રી તરીકે કમલભાઈ દવે ધ્વનિતભાઈ દવે ની વરણી કરવા માં આવી હતી તેમજ આ કાર્યક્રમ માં રાજ્ય મંત્રી બ્રિજેશ ભાઈ મેરેજા ખાસ ઉપસ્થિત રહયા હતા ડો ભાડેશિયા, ડો યોગેશભાઈ પટેલ, નગરપાલિકાના પ્રમુખ કે.કે. પરમાર, ઉપપ્રમુખ જયરાજ સિંહ જાડેજા, ભાજપના જિલ્લા પ્રમુખ દુર્લભજીભાઈ દેથરીયા, કોંગ્રેસ અગ્રણી મનોજભાઈ પનારા અને તેની ટીમ તથા વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ,શિવસેના, રાજપૂત કર્ણીસેના તેમજ અન્ય બિન રાજકિય સંગઠનો
સાથે બ્રહ્મસમાજ આગેવાન પરશુરામ ધામ પ્રમુખ ભુપતભાઈ પંડ્યા ડો અનિલ ભાઈ મેહતા, નલિનભાઈ ભટ્ટ, બી.કે.લેહરુ, જગદીશભાઈ ઓઝા, કિરણબેન ઠાક,ર નિલાબેન પંડિત, દર્શનાબેન ભટ્ટ, પારુલબેન ત્રિવેદી, કિશોરભાઈ શુક્લ, નરેન્દ્રભાઈ મેહતા અને બ્રહ્મસમાજ ની તમામ પાંખ ના હોદ્દેદારો સાથે પત્રકાર એસોસિએશન ના પ્રમુખ અતુલભાઈ જોશી, ઋષિભાઈ મેહતા, જીગ્નેશભાઈ ભટ્ટ, હિમાંશુભાઈ ભટ્ટ તેમજ બ્રહ્મસમાજ ના આગેવાનો જોડાણા હતા.
આ કાર્યક્રમ દરમિયાન અલગ અલગ સ્થળે બ્રહ્મબંધુ માટે તમામ જ્ઞાતિ સંગઠન દ્વારા ઠંડા પીણાં તેમજ લચ્છી ની પણ વ્યવસ્થા કરવામાં આવેલ. તેમજ આ કાર્યક્રમ નું સંપૂર્ણ તેમજ સફળ સંચાલન બ્રહ્મસમાજ જીલ્લા મહામંત્રી ચિંતનભાઈ ભટ્ટ કરેલ હતું