કેમ્પ ના લાભાર્થી દર્દીઓને વિનામુલ્યે દવાઓનુ વિતરણ કરવા મા આવશે
મોરબી જલારામ મંદિર ખાતે આગામી રવિવાર તા. ૮ ના રોજ સ્ત્રીરોગ ના નિષ્ણાંત તબિબ ડો. કૃષ્ણ ચગ દ્વારા વિનામુલ્યે નિદાન કેમ્પ યોજાશે
વિવિધ પ્રકાર ની માનવસેવા પ્રદાન કરતા મોરબી શ્રી જલારામ પ્રાર્થના મંદિર ખાતે આગામી રવિવાર તા.૮-૫-૨૦૨૨ ના રોજ સવારે ૧૦ થી ૧૨ દરમિયાન આર્ય હોસ્પીટલ વાળા સ્ત્રીરોગ ના નિષ્ણાંત તબિબ ડો. કૃષ્ણ એ. ચગ દ્વારા વિનામુલ્યે સ્ત્રીરોગ નિદાન કેમ્પ યોજાશે. જેમા સ્ત્રીરોગ, પ્રસુતિ રોગ, વ્યંધત્વ સહીત ની તકલીફો ની વિનામુલ્યે તપાસ તેમજ માર્ગદર્શન આપવા મા આવશે.







તે ઉપરાંત દર્દીઓને વિનામુલ્યે દવાઓનુ વિતરણ કરવા મા આવશે. કેમ્પ મા લાભ લેનાર લાભાર્થીઓને એક મહીના સુધી વિનાનુલ્યે ચેક અપ કરી આપવા મા આવશે. કેમ્પ નો લાભ લેવા માટે એડવાન્સ રજીસ્ટ્રેશન આવશ્યક નથી તેમ યાદી મા જણાવ્યુ છે.






