મોરબીના વિકાસના કામોની ગાથા ગામો ગામ પહોંચી

મોરબી પાલિકા વિકાસના કામોમાં કરવામાં વ્યસ્ત પણ નવા બસ સ્ટેન્ડ પાસેની ભુર્ગર ગટરની સમસ્યાનું સમાધાન ક્યારે ??

મોરબી પાલીકામાં સતત વિકાસના કામો થઈ રહ્યા છે જેમાં અનેક વિસ્તારમાં રોડ રસ્તા ભુર્ગર ગટર, પીવાના પાણીની સમસ્યાઓ પૂરી પાડવામાં આવી છે આવું પાલિકાના સત્તાધીશો કઈ રહ્યા છે મોરબીના નવા બસ સ્ટેન્ડ પાસે ઘણા સમયથી ભુર્ગર ગટર છલકાય રહી છે જેના કારણે અનેક બસો તેમાં ખાબકી હતી તેમ છતાં હજુ સુધી તેનો નિકાલ કરવામાં આવ્યો નથી

પ્રજાના સેવક મોરબીના મધ્ય ભાગમાં આવેલ નવા બસ સ્ટેન્ડ પાસે આ ગટર મોરબીના વિકાસના કામોની વાતો કરી રહીં છે ગામો ગામની બસો બસ સ્ટેડ પર થી નીકળે છે જે અન્ય ગામો કે શહેરની હોય છે એટલે કે આ ભુર્ગર ગટર છલકાય રહી છે તે ગામે ગામના લોકોના ધ્યાનમાં આવી ગઈ છે સૌરાષ્ટ્રના પેરિસ ગણાતા આ મોરબીની આબરૂ રોજ ઉડી રહી છે શહેર ના મધ્ય ભાગમાં આવેલા આ ગટરથી મોરબીની આબરૂ જઈ રહી છે

હવે બીજી વાત કે આ સ્થળની સામે રાજકોટના સંસદ અને મોરબી જિલ્લા ભાજપ ના પ્રમુખની ઓફિસ આવી છે તેમ છતાં પણ આ સમસ્યાનું નિરાકરણ થઈ રહ્યું નથી આવા પીઢ નેતાની ઓફિસ સામે આવી દુર્ગધ મારતી ભુર્ગર ગટર ભાજપની શાન ને નીચું દેખાડવા જેવું થાય છે આટલી મોટી પાર્ટી ની જિલ્લા સ્તરની ઓફિસ સામે આવી સ્થિતિ એ ભાજપ માટે નીચું જોવા જેવું છે