મોરબી ચેક રીટર્ન કેસમાં આરોપીને એક વર્ષની સજા અને દંડ ફટકારતી કોર્ટ

મોરબીમાં ચેક રીટર્ન કેસમાં આરોપીને એક વર્ષની સાદી કેદની સજા અને ચેકની બમણી રકમનો દંડ તેમજ દંડની રકમમાંથી ફરિયાદ તારીખથી વાર્ષિક 9% વ્યાજ સહીત રકમ ચૂકવી આપવાનો હુકમ કરતી કોર્ટ

જાણવા મળતી માહિતી અનુસાર મોરબી ખાતે આવેલ શ્રી ગીતા જિનિંગ એન્ડ ઓઇલ ઈન્ડસ્ટ્રીઝના ભાગીદાર નગિનકુમાર વલ્લભદાસ ભોજાણીએ અમદાવાદ રહેતા રત્નવીરભાઈ જીવરામભાઇ શુક્લ વિરુદ્ધ મોરબી કોર્ટમાં રૂ.6,33,251 ના ચેક રીટર્ન અંગેની ફોજદારી ફરિયાદ મોરબીના ચીફ જ્યુડીશીઅલ મેજિસ્ટ્રેટ એ.એન.વોરાની કોર્ટમાં ચાલતા, ફરિયાદી પક્ષના એડવોકેટ ચિરાગભાઈ ડી. કારીઆ, રવિભાઈ કે. કારીયા, જગદીશભાઈ એ. ઓઝા તથા ફેનિલભાઈ જે. ઓઝાઓની ધારદાર દલીલોને ધ્યાને લઇ આરોપી રત્નવીર જીવરામ શુક્લને એક વર્ષની સાદી કેદ તથા ચેકની બમણી રકમનો દંડ તેમજ દંડની રકમમાંથી ફરિયાદીના ચેકની રકમની 9% વ્યાજ સાથે ચુકવણી તથા દંડની રકમ ભરવામાં કસૂર કરે તો વધુ 90 દિવસની સાદી કેદની સજા ફરમાવતો હુકમ કોર્ટ દ્વારા કરવામાં આવેલ છે.