વાંકાનેર તાલુકામાં આવેલા અરણીટીંબા ગામ ખાતે ખેડૂત પુત્ર એવા ખેડૂત ચિંતક મુસ્લિમ સમાજ ના અગ્રણી એવા સહકારી મંડળીના પ્રમુખ અલીભાઈ મામદ ભાઈ માથકિયા સાથે ટૂંકી મુલાકાત મોટો પ્રકાશ આપી રહ્યા છે જે અંગેની જાણવા મળતી વિગત એવી છે કે છેલ્લા ૧૨ વર્ષથી સહકારી મંડળી માં બિનહરીફ પ્રમુખ તરીકે સેવા કાર્ય ચાલુ છે જેમાં આશરે 400 જેટલા ખેડૂતોને ધિરાણ પુરૂ પાડી રહ્યા છે અને ખેડૂત લોન સાથે સાથે સરકારી યોજના અંતર્ગત લોકોને માર્ગદર્શન આપી રહ્યા છે તેઓ ની જન્મભુમી અરણી ટીંબા ગામ છે અને અભ્યાસ માત્ર છ ધોરણ સુધીનો હોવા છતાં મિત્ર સ્વભાવ હોવાથી સર્વે હિન્દુ મુસ્લિમ સમાજ સાથે એકતાના પ્રતીક સેવાકાર્યમાં અલીભાઈ માથાકિયા ની સેવા ઇમરજન્સી 108 જેવી સતત રહી છે જેના પરિણામે 1990થી રાજકીય ક્ષેત્રે સામાજિક ક્ષેત્રે આગવું સ્થાન ધરાવે છે
અગાઉ પણ વાંકાનેર તાલુકા ખરીદ વેચાણ સંઘ માં ત્રણ વર્ષ સુધી બિનહરિફ પ્રમુખ તરીકે સેવા પૂરી પાડી છે જેથી વાંકાનેર તાલુકા માં પણ ખેડૂત ચિંતક તરીકે સમગ્ર વાંકાનેર તાલુકામાં જાણીતા છે અન્ય વિશેષ સેવા કાર્ય જેવો કે સતત અરણી ટીંબા ગામ પંચાયત ખાતે સભ્ય તરીકે બે ટ્રમ સતત દસ વર્ષ સુધી બિન હરીફ રહીને સેવા પૂરી પાડે છે શરૂઆતમાં સંઘર્ષકાળ શરૂ કરતાં તેઓએ અનાજ દળવાની ઘંટી ચલાવી અને ખેતીકાર્ય માં બળદ ગાડા ટ્રેક્ટર ચલાવી ખેતી કામ કરેલ છે વાદ વિવાદ વગર સર્વે સમાજ સાથે મિત્ર સ્વભાવથી કોમી એકતાના પ્રતીક કાર્યમાં જાણીતા છે સહકારી મંડળી નવી બિલ્ડીંગ નવનિર્માણ 2014માં ડિસેમ્બરે શરૂ કરેલ
જે નવા રંગરૂપ સાથે આજના આધુનિક યુગમાં ટેકનોલોજીક પદ્ધતિસર ખેડૂત ચિંતાતૂર કાર્યમાં ચાલી રહી છે અલીભાઈ મામદભાઇ માથકિયા 2013માં હજ પઢી આવ્યા છે હાલ 67 વર્ષની ઉંમરે પણ સેવાના કાર્યો ઇમરજન્સી 108 ની જેમ કરી રહ્યા છે જેથી અરણીટીંબા માં અલી ભાઈ માથકિયા નો ટૂંકો પરિચય મોટો પ્રકાશ પૂરો પાડે છે દુધ મંડળી માં બિન હરીફ પ્રમુખ તરીકે અરણીટીંબા સેવા પુરી પાડી છે અને અણીટીબા માં સહકારી મંડળી ના પ્રમુખ અલી ભાઈ માથકિયા અને તેની ટીમ મંત્રી ફારૂકભાઈ બાદી તેમજ સહમંત્રી મુસ્તાકભાઈ માથકિયા સહિતના સેવાકાર્ય ફરજ ના ભાગે કરી રહ્યા છે એવું ટૂંકી મુલાકાતમાં જાણવા મળ્યું છે