નવયુગ મહિલા સાયન્સ કોલેજનો B.Sc. Sem 1 ના રિઝલ્ટમાં દબદબો

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના B.Sc. Sem 1 ના રિઝલ્ટમાં મોરબી જિલ્લાના ટોપ 3 માં બધા સ્ટુડન્ટ્સ એકજ કોલેજના

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના તાજેતરમાં જાહેર થયેલ B.Sc. Sem 1 ના રિઝલ્ટમાં નવયુગ મહિલા સાયન્સ કોલેજની વિદ્યાર્થિનીઓએ સફળતા ના શિખરો સર કરતા મોરબી જિલ્લાના ટોપ 3 માં તમામ 3 સ્થાન મેળવ્યા છે. મોરબી જિલ્લા પ્રથમ ગામી અપેક્ષા ૯૨.૦૦%, દ્વિતીય વસિયાણી અંજલી ૯૧.૨૭% અને મુછડિયા નિકિતા ૯૧.૨૭%, તૃતીય દેત્રોજા નેન્સી ૮૮.૦૦% મેળવી અભુતપુર્વ સિધ્ધિ સાથે નવો કિર્તિમાન સ્થાપિત કર્યો છે.

સર્વશ્રેષ્ઠ રિઝલ્ટ લાવવા બદલ સંસ્થાના પ્રમુખ પી. ડી. કાંજીયા સાહેબ અને પ્રિન્સિપાલ ડૉ. વરૂણ ભીલાએ સ્ટૂડન્ટ્સ અને સ્ટાફને અભિનંદન પાઠવ્યા છે.