મોરબી સતશ્રીની કથાની જાત મહેનતથી પૂર્વ તૈયારી કરતા ઉમિયા માનવ મંદિરના ટ્રષ્ટીઓ

મોરબીના રામેશ્વર પાર્ટી પ્લોટમાં આગામી તા.21 મેં થી 31 મી મેં 2022 સુધી ચાલનાર સંસાર રામાયણ કથાની તડામાર તૈયારી

ભીમનાથ મહાદેવ મંદિર લજાઈ સામે દરિદ્ર નારાયણ માટે, જરૂરિયાતમંદો માટે જેમને દિકરા નથી કે દિક્તિઓ જ છે અને સાસરે છે એવા વડીલ વૃધ્ધો માટે 100 રૂમો ધરાવતું ફાઈવ સ્ટાર હોટેલ જેવી સુવિધાઓ ધરાવતું 32 વિઘા જમીનમાં માનવ મંદિર નિર્માણ થઈ ચૂક્યું છે,આ માનવ મંદિરના લાભાર્થે તેમજ માનવ મંદિરના નિર્માણમાં યોગદાન આપનાર દાતાઓના વિશિષ્ટ સન્માન અર્થે સંસ્કૃતાચાર્ય સતશ્રીની કથાનું આયોજન આગામી 21 મી મેં થી 31 મી મેં 2022 સુધી સતત અગિયાર દિવસ સુધી સૌથી લાંબી કથાનું રામેશ્વર ફાર્મ રવાપર ઘુંનડા રોડ પર ભવ્યાતિભવ્ય આયોજન કરવામાં આવેલ છે.

જેની તૈયારીના ભાગ રૂપે કંકોત્રી વિતરણથી માંડી મહાનુભાવોને આમંત્રણ આપવા કંકોત્રીઓ પહોંચાડવી,દાતાઓને અલગ અલગ દિવસ ફાળવી સન્માન માટે બોલાવવા,રાજકીય અગ્રણીઓ,અધિકારીઓ, પદાધિકારીઓને મળી વ્યક્તિગત આમંત્રણ પાઠવવા,એલ.ઇ.ડી સ્ક્રીન,સાઉન્ડ,મંડપ વ્યવસ્થા, સ્ટેજ વ્યવસથા વગેરે અનેકવિધ વ્યવસ્થાઓની સાથે કથા સ્થળ અને પાર્કિંગ સ્થળની સાફ સફાઈ પોપટભાઈ કગથરા પ્રમુખ, ગોપાલભાઈ ચારોલા ઉપ પ્રમુખ પી.એલ.ગોઠી મંત્રી,કેશુભાઈ સરડવા,મહિપતભાઈ શિરવી, અમરશીભાઈ અમૃતિયા, અંબારામભાઈ બોપલીયા, પ્રભુભાઈ ભાળજા,રમેશભાઈ સાદરિયા, શાંતિલાલ સુરાણી, અમુભાઈ સોરીયા,ઠાકરશીભાઈ ક્લોલા, લલિતભાઈ શિરવી, પ્રભુભાઈ બારૈયા,ચંદુભાઈ કુંડારિયા,રતિભાઈ સાંણદીયાં હરજીવનભાઈ બાવરવા, ભાઈલાલભાઈ ફેફર કેશુભાઈ દેત્રોજા,બાલુભાઈ સુવારીયા બાલુભાઈ મેરજા વગેરે ઉમિયા માનવ સેવા ટ્રષ્ટના ટ્રષ્ટીઓ કાર્યકર્તાઓ દિવસ રાત જાત મહેનત કરી આખરી તૈયારીઓને ઓપ આપી રહયા છે