મોરબી : સાર્થકના સિતારાઓ સર્વોત્તમ પરિણામ મેળવી સૌરાષ્ટ્ર ઝોન કક્ષા માટે પસંદગી 

મોરબી જિલ્લા લેવલે યોજાયેલ ખેલ મહાકુંભ 2022 માં સાર્થકના સિતારાઓ સર્વોત્તમ પરિણામ મેળવી સૌરાષ્ટ્ર ઝોન કક્ષા માટે પસંદગી

37 વિદ્યાર્થીઓ ઝોન કક્ષાએ અને 4 વિદ્યાર્થીઓ સીધા રાજ્ય કક્ષાએ આગળ માટે રમશે

ચેસ ઇવેન્ટ-જિલ્લા લેવલે દ્વિતીય ક્રમાંક-ઝાલા દ્રશ્ય ધોરણ-6 એથ્લેટીક્સ ઇવેન્ટ જિલ્લા લેવલે કવૈયા ધાર્મિક ધોરણ-11(કોમર્સ) ચક્રફેક માં પ્રથમ ક્રમાંકે તેમજ તેજ વિદ્યાર્થી ઉંચીકુદ માં તૃતીય ક્રમાંકે આવેલ હતો. આ ઉપરાંત
-મેણાત ભૂમિ ધોરણ-11(કોમર્સ) ઊંચીકુદમાં તૃતીય ક્રમાંક પર રહી હતી.

સ્કેટિંગ ઇવેન્ટ માં 500 મીટર માં પ્રથમ ક્રમાંક તેમજ 1000 મીટર માં દ્વિતીય ક્રમાંક-નારણીયા માનવ (ધોરણ-9), બેડમિન્ટન ઇવેન્ટમાં દ્વિતીયક્રમાંક-ચૌહાણ અમુલ (ધોરણ-10), કબડ્ડી ઈવેન્ટ માં 2 ભાઈઓ અને 2 બહેનો ની મોરબી જિલ્લાની ટિમ માં પસંદગી પામેલ હવે તેઓ ઝોન કક્ષાએ મોરબી જિલ્લા નું પ્રતિનિધિત્વ કરશે.

હેન્ડબોલ ઇવેન્ટમાં 24 બહેનો અને 9 ભાઈઓ મોરબી જિલ્લાની ટિમ માં પસંદગી પામી હવે તેઓ ઝોન કક્ષાએ મોરબી જિલ્લાનું પ્રતિનિધિત્વ કરશે.

ઝોન કક્ષાએ દરેક ઇવેન્ટ થઈને ટોટલ 37 વિદ્યાર્થીઓ તેમજ ટોટલ 4 બાળકોની સીધી રાજ્ય કક્ષાએ પસંદગી થયેલ છે. શાળાપરિવાર તરફથી ઝોન કક્ષા તેમજ રાજ્ય કક્ષા માટે પસંદગી પામલે દરેક વિધાર્થીઓ ને ખૂબ ખૂબ અભિનંદન તેમજ શુભકામનાઓ પાઠવવામાં આવે છે