મોરબી : ૧૦૦ માંથી ૧૦૦ ગુણ મેળવાનો પર્યાય બનતી પી.જી.પટેલ કોલેજ

મોરબીની એક એવી કોલેજ કે જ્યાં કોઇપણ કોર્ષ હોય, કોઈપણ સેમેસ્ટર હોય કે કોઈપણ માધ્યમ હોય પણ ૧૦૦ માંથી ૧૦૦ ગુણ મેળવવાનો પર્યાય બનીને મોરબીના શૈક્ષણિક ફલક ઉપર પોતાનું આગવું સ્થાન જમાવનાર કોલેજ એટલે મોરબીની એકમાત્ર પી.જી.પટેલ કોલેજ, સૌરાષ્ટ્ર યુનિવર્સીટી દ્વારા તાજેતરમાં જાહેર થયેલ B.Com Sem-1 ના પરિણામમાં મોરબીની પી.જી.પટેલ કોલેજના એક સાથે આઠ-આઠ વિધાર્થીઓએ કોમર્સ વિદ્યાશાખા ના મુખ્ય ગણાતા અને પાયાના વિષય એવા એવા Accounting વિષયમાં ૧૦૦ માંથી ૧૦૦ ગુણ મેળવીને શૈક્ષણિક ક્ષેત્રે કોલેજનું તથા મોરબી જિલ્લાનું ગૌરવ વધાર્યું છે.

જેમાં વિધાર્થી ભાઈઓએ પણ ૧૦૦ માંથી ૧૦૦ ગુણ મેળવીને ઉચ્તમ સિદ્ધિ મેળવી છે જેમાં બાવરવા અભી, દસાડીયા ઉમંગ, ગરચર રુદ્રવ, વાઘેલીયા પૃથ્વિક, લોરિયા કિરણ, તથા વિધાર્થીની બહેનોમાં જાડેજા તેજસ્વીનીબા, મીરાણી હિતીશા, અને ઝાલરીયા દેવી એ Accounting વિષયમાં ૧૦૦ માંથી ૧૦૦ ગુણ પ્રાપ્ત કરેલ છે, તથા કોલેજમાં પ્રથમ નંબરે કાનાણી કવિતા, દ્વિત્ય નંબરે કક્કડ ક્રિશા તથા તૃતિય નંબરે કણઝરિયા પ્રદીપ રહ્યા હતા ,આમ મોરબી ની પી.જી.પટેલ કોલેજે સાબિત કરી બતાવ્યું છે કે જો વિષય નિષ્ણાંત પ્રાધ્યાપકો દ્વારા વિધાર્થીઓને પાયાનું અને પદ્ધતિસર શિક્ષણ આપવામાં આવે તો કોલેજ કક્ષાએ પણ આવા ઉચ્ચ પરિણામ મેળવી શકાય છે.

આ અભૂતપૂર્વ સફળતા બદલ કોલેજના પ્રમુખ દેવકરણભાઈ આદ્રોજા, આચાર્ય ડો. રવિન્દ્ર ભટ્ટ તથા સમગ્ર સ્ટાફગણે તમામ વિધાર્થીઓને ખુબ ખુબ અભિનંદન પાઠવીને તેમના ઉજ્જવળ ભવિષ્યની શુભેચ્છાઓ આપી હતી.