સમગ્ર રાજયમાં મોરબી જિલ્લો બીજા ક્રમે આવ્યો
માર્ચ-૨૦૨૨ માં લેવામાં આવેલ ધોરણ-૧૨ વિજ્ઞાન પ્રવાહની પરીક્ષાનું તારીખ ૧૨મી મે- ૨૦૨૨ના રોજ પરિણામ જાહેર થયેલ છે. આ જાહેર થયેલ પરિણામમાં સમગ્ર રાજયનું ૭૨.૦૨ ટકા પરિણામ આવેલ છે, જયારે મોરબી જિલ્લો ૮૫.૩૬ ટકા પરિણામ સાથે સમગ્ર રાજયમાં બીજા ક્રમે આવેલ છે. જે સમગ્ર મોરબી જિલ્લા માટે ગૌરવ છે.
માર્ચ-૨૦૨૨ માં લેવાયેલ ધોરણ-૧૨ વિજ્ઞાન પ્રવાહની પરીક્ષા માટે મોરબી જિલ્લામાં કુલ ૧૪૫૧ પરીક્ષાર્થીઓ બેઠા હતાં, જેમાંથી ૧૪૪૮ પરીક્ષાર્થીઓએ પરિક્ષા આપેલ હતી, જે પૈકી ૧૨૩૬ પરીક્ષાર્થીઓ ઉત્તીર્ણ થયેલ છે. મોરબી જિલ્લાએ ૮૫.૩૬ ટકા પરિણામ હાંસિલ કરેલ છે.
ધોરણ-૧૨ વિજ્ઞાન પ્રવાહના જાહેર થયેલ પરિણામ અનુસાર હળવદ તાલુકામાં ૩૭૭ પરીક્ષાર્થીઓએ પરીક્ષા આપી હતી, જેમાંથી ૩૪૧ પરીક્ષાર્થીઓ ઉત્તીર્ણ થતા ૯૦.૪૫ ટકા પરિણામ આવેલ છે. મોરબી તાલુકામાં ૯૨૩ પરીક્ષાર્થીઓએ પરીક્ષા આપી હતી, જેમાંથી ૭૬૦ પરીક્ષાર્થીઓ ઉત્તીર્ણ થતા ૮૨.૩૪ ટકા પરિણામ આવેલ છે. જયારે વાંકાનેર તાલુકામાં ૧૪૮ પરીક્ષાર્થીઓએ પરીક્ષા આપી હતી, જેમાંથી ૧૩૫ પરીક્ષાર્થીઓ ઉત્તીર્ણ થતા ૯૧.૨૨ ટકા પરિણામ આવેલ છે. તેમ જિલ્લા શિક્ષણાધિકારી, મોરબીની યાદીમાં જણાવાયું છે.