હળવદ : કીડી ગામે અકસ્માતમાં એકનું મોત અન્ય બે ઈજાગ્રસ્ત

હળવદના છેવાડાના ગામ કીડી પાસે ચોકડીએથી ટીકર ગામના યુવાનો કંકાવટી કામ અર્થે ગયા હતા જે સોમવારે મોડી સાંજે આઠેક વાગ્યાની આસપાસ મોટરસાયકલ લયને પસાર થઈ રહ્યાં હતાં તે દરમિયાન અચાનક ભેંસ આડી ઉતરતા બાઈકમા સવાર બે ઈજાગ્રસ્ત થયા હતા જ્યારે એકનું મોત નિપજ્યુ હતું જ્યારે બનાવના પગલે મોટીસંખ્યામાં ગ્રામજનો ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને ઈજાગ્રસ્તોને શહેરની ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.


પ્રાપ્ત વિગતો મુજબ હળવદના ટીકર ગામના ત્રણ યુવાનો કંકાવટી ગયા હતા જે સોમવારે સાંજે આઠેક વાગ્યાની અરસામાં પરત ફરી રહ્યાં હતાં તે દરમિયાન કીડી ગામની ચોકડી પાસેથી ટીકર તરફ જતાં અચાનક ભેંસ આડી ઉતરતા બાઈકનુ સંતુલન ગુમાવતાં ભેંસ સાથે મોટરસાયકલ અથડાયું હતુ જેમાં સંજયભાઈ લાભુભાઈનુ મોત નિપજ્યુ હતું જ્યારે અન્ય બે ઈજાગ્રસ્તોને હળવદ શહેરની ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા જ્યારે બનાવના પગલે મોટી સંખ્યામાં લોકો પહોચી ગયાં હતાં.

રિપોર્ટર વિશાલ જયસ્વાલ હળવદ