હળવદ ઘુડખર અભ્યારણ માં જીપીસીબીના દરોડા

જીપીસીબીના દરોડા પરંતુ વન અભ્યારણ વિભાગ ક્યારે જાગશે

વિશાલ જયસ્વાલ : ટીકર પાસે કચ્છના નાના રણમાં આવેલ ઘુડખર અભિયારણમાં ઉધોગની પરવાનગી ન હોવા છતાં કેટલીક ફેકટરી, સિલિકોનની ફેક્ટરી ગેરકાયદે ધમધમતી તેમજ કેટલીક ફેકટરી દ્વારા એસિડીક પાણી ઠાલવતા હોવાની ફરીયાદ ઉઠતા ગુજરાત પ્રદુષણ કન્ટ્રોલ બોર્ડની મોરબી ખાતે આવેલ પ્રાદેશિક કચેરીના વડા કે બી વાઘેલા અને તેમની ટીમ દ્વારા એકશન લીધા હતા અને જીપીસીબીની આખી ટીમ ટીકર રણમાં વહેલી સવાર થી સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. તપાસમાં આ વિસ્તારમાં ગેરકાયદેસર મીઠાના પ્રોસેસિંગ યુનિટ, સિલિકોનનું ઉત્પાદન તેમજ ઝીંક સોલ્ટનું ઉત્પાદન થતું હોવાનું સામે આવ્યું હતું આ એક પણ યુનિટને કોઈ પણ પ્રકારની મંજુરી આપવામાં આવી નથી.

તેમજ આ તમામ એકમ ગેરકાયદે હતા આ સિવાય કેટલાક એકમ તો ફેકટરીનું પ્રદુષિત એસિડિક પાણી છોડી ઘુડખરને જોખમ ઉભું કર્યું હતું.જેથી તાત્કાલિક તમામ એકમાંથી છોડાયેલ પાણીના નમૂના તેમજ જરૂરી સેમ્પલ લઈ ગાંધીનગર મોકલવામાં આવતા ગાંધીનગર ખાતેથી તાત્કાલિક તમામ એકમને ક્લોઝર નોટિસ આપી વીજ કનેકશન કાપવા આદેશ ર્ક્યો હતો આ ઉપરાંત તમામ એકમને રૂ.25 લાખનો દંડ ફટકાર્યો હતો. તેમજ તમામ એકમને બેક ગેરેટી આપવા પણ આદેશ કર્યું હતો.કેન્દ્ર સરકાર અને ગ્રીન ટ્રીબ્યુનલ દ્વારા જે એમ ઓ એફ જાહેર કરવામાં આવતા હોય છે તે મુજબ રેડ ,ઓરેન્જ અને ગ્રીન એમ ત્રણ ઝોન વેચવામાં આવ્યા છે

જેમાં ગ્રીન ઝોનમાં ઉધોગોને શરત આધીન મંજૂરી મળે છે ઓરેન્જમાં નક્કી કરેલ ધારા ધોરણવાળા એકમને જ મંજુરી મળતી હોય જ્યાંરે રેડ ઝોનમાં એક પણ ફેકટરીને ઉત્પાદન કરવાની પરમિશન હોતી નથી હાલ આ જગ્યા રેડ ઝોનમાં આવતી હોય અને ત્યાં કોઈ ફેક્ટરીને પરમિશન ન હોવા છતાં ગેરકાયદે રિતે ચાલતી હતી જેથી અમે તેના પર કડક એકશન લીધા છે અને આ ફેકટરીના વીજ કનેકશન કાપવાના પણ ઓર્ડર કર્યા છે.તેમ જીપીસીબીની પ્રાદેશિક કચેરીના વડા કે.બી વાઘેલાએ જણાવ્યું હતું.

પરમિશન નથી તો વીજ કનેક્શન મળ્યું એ સૌથી મોટો પ્રશ્ન

હળવદના ટીકર અને આસપાસનો કચ્છનું નાનું રણ ઘુડખર અભિયારણ અને લોકોને કોઈ પણ પ્રકારનો જોખમ કારક ધંધો કરવા પર પ્રતિબંધ હોવા છતાં ત્યાં આ ફેકટરીઓ ધમધમી રહી હતી તો જે પણ ફેકટરીને ક્લોઝર નોટિસ આપી છે તેમજ જેની પર હાલ કાર્યવાહી થઈ રહી છે તે 11 યુનિટને ક્યાં આધારે વીજ કનેક્શન આપવામાં આવ્યું તે અંગે પણ તપાસ થવી જરૂરી છે. શુ સ્થાનિક અધિકારી દ્વારા આ અંગે ચકાસણી કરવામાં આવી હતી કે નહીં તે પણ એક પ્રશ્ન.છે.