હવે મુરત આવે તો સારું – ૧ મહિના વધુ સમય વીત્યો પરંતુ અંધારું એમનેમ – રહીશો
વિશાલ જયસ્વાલ : હળવદ શહેર હરણફાળ પ્રગતિ કરી રહ્યું છે ત્યારે સરા રોડ પર આવેલ સરા ચોકડી થી સરા તરફ જવાના રસ્તા પર અંદાજિત ૧૫થી વધુ સોસાયટીઓ આવેલ હોવા છતાં પણ વર્ષોથી લોકોને અંધારપટ માં રહેવું પડતું હતું ત્યારબાદ અનેક વખત મીડિયામાં અહેવાલ પ્રસિદ્ધ થતાં તંત્ર સફાળું જાગ્યું અને તાત્કાલિક ધોરણે સ્ટ્રીટ લાઈટ ના થાંભલા નાખવા મા આવ્યા હતા
પરંતુ આ સ્ટ્રીટ લાઇટના થાંભલા નાખ્યા ને એક મહિનાથી વધુ સમય વિત્યો હોવા છતાં પણ હજુ સુધી ચાલુ કરવામાં આવ્યા નથી તો શું શોભાના ગાંઠિયા સમાન સ્ટ્રીટ લાઇટના થાંભલા નાખી જ તંત્ર સંતોષ માનશે કે પછી લોકો ના સુખાકારી નું વિચારશે