ગાંધીજીના આધ્યાત્મિક ગુરૂ શ્રીમદ્ રાજચંદ્રજીના જન્મ સ્થળની મુલાકાત લેતા મુખ્યમંત્રી

        મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ મોરબી જિલ્લાના વવાણીયા ખાતે આહિર સમાજ સંચાલિત માતૃશ્રી રામબાઇ માં ની જગ્યા મધ્યે પ્રવાસન વિભાગ દ્વારા આશરે ૩ કરોડના ખર્ચે નવનિર્મિત ભોજનાલય તથા સભાખંડના લોકાર્પણ પ્રસંગે પધાર્યા હતાં. આ લોકાર્પણ સમારોહ પહેલા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ગાંધીજીના આધ્યાત્મિક ગુરુ શ્રીમદ્ રાજચંદ્રજીના જન્મ સ્થળ શ્રીમદ્ રાજચંદ્ર જન્મ ભૂવનની મુલાકાત  લીધી હતી.

        મુખ્યમંત્રીએ શ્રીમદ્ રાજચંદ્રજીના જીવન- કવન વિશે માહિતગાર બની કૃતજ્ઞતા અનુભવી હતી. આ મુલાકાત દરમિયાન શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર, પંચાયત(સ્વતંત્ર હવાલો) ગ્રામ વિકાસ, ગ્રામ ગૃહ નિર્માણ રાજયમંત્રીશ્રી બ્રિજેશભાઇ મેરજા, શ્રીમદ રાજચંદ્ર ટ્રસ્ટના ટ્રસ્ટીઓ સર્વશ્રી બટુકભાઇ શાહ, દિલુભા જાડેજા, અશ્વિનભાઈ શાહ, મહેન્દ્રભાઇ શાહ અને શિવાંગીબેન મોદી મુખ્યમંત્રીની સાથે રહ્યા હતા.