સમગ્ર દેશ મા આજે મહાશિવરાત્રી નો પર્વ ઉજવી રહ્યું છે મહાદેવ ની પાલખી આજે ઘરે ઘેર જઈને ભક્તો ને દર્શન આપે ત્યારે હળવદ ખાતે આવેલ પૌરાણિક મંદિર જેવા કે શરણેશ્વર મહાદેવ મંદિર વૈજનાથ મહાદેવ મંદિર ગોલ કે શ્વર મહાદેવ મંદિર કાશી વિશ્વનાથ મહાદેવ મંદિર જેવા અનેક મહાદેવના મંદિરથી હળવદ છોટા કાશી તરીકે પ્રખ્યાત છે ત્યારે હળવદમાં પણ અલગ-અલગ રીતે મહાશિવરાત્રિની ઉજવણી કરવામાં આવી હતી
મોટી સંખ્યામાં માનવ મહેરામણ આજે જાણો શિવમય બની ગયું હોય તેવો માહોલ સર્જાયો, હળવદમાં આવેલ દરેક મંદિરમાં મોટી સંખ્યામાં ભક્તો ઘણો મહાદેવના દર્શન કરવા માટે આવી પહોંચ્યા હતા લોકો મહાદેવના દર્શન કરી ભાંગનો પ્રસાદ લઇ આજે શિવમય બની ગયા હોય તેવું વાતાવરણ હળવદમાં બની ગયું હતું ,સમગ્ર હળવદ આજે હર હર મહાદેવ ના નાદ સાથે ગુંજી ઉઠ્યું હતું
વિશાલ જયસ્વાલ હળવદ