હળવદ-ધ્રાંગધ્રા રાજપરિવારના મહારાજકુમાર દેવરાજસિંહજી ઝાલા રાજરાણા શ્રી પ્રહલાદસિંહજી ઝાલા સોખડા ખાસ ઉપસ્થિત રહ્યા હતા.રાજમહેલ ચોક સ્થિત બત્રીસ થંભિમા જે હળ થી હળવદ ગામનો પાયો નાખવામાં આવ્યો હતો એ હળ નું પૂજન તેમજ તોરણ વિધાન, ગૌ પૂજન, અશ્વ પૂજન, શિવ શક્તિ પૂજન,વિધિ કરી અને રાજરાજેશ્વરી આધ્યાશક્તિમાંના આશિષ પ્રાપ્ત કરી અને શરણેશ્વર દાદાના દર્શન કરવા પ્રયાણ કરવામાં આવ્યું હતું.
જ્યાં શરણનાથ મંદિરના હોદેદારો તેમજ સેવકો દ્વારા ઉષ્માભર્યું સ્વાગત અને સન્માન કરવામાં આવ્યું હતું. હળવદ- ધ્રાંગધ્રા મહારાજા શ્રી રાજ જયસિંહજી મેઘરાજસિંહજી સાહેબે અમેરિકાથી આ ઉજવણી પ્રસંગે શુભ આશીષ અને શુભેચ્છાઓ પાઠવેલ.
આ કાર્યક્રમને શ્રી હળવદ સ્થાપના દિન મહોત્સવ સમિતિ, ઝાલાવાડ પ્રાંત, શ્રી હળવદ-ધ્રાંગધ્રા ક્ષત્રિય સમાજ,શ્રી ઝાલાવાડ ક્ષત્રિય સમાજ, સુરેન્દ્રનગર દ્વારા સફળ બનાવવામાં આવ્યો હતો.
વિશાલ જયસ્વાલ હળવદ