મોરબી :ફરારી કેદીને પકડી પાડતી પેરોલ ફર્લો એલ.સી.બી.

ભાવનગર ખુન કેસમાં રાજકોટ જિલ્લા જેલમાં આજીવન કેદની સજા કાપતા ફર્લો રજા ઉપરથી છેલ્લા ત્રણેક માસથી ફરારી કેદીને પકડી પાડતી પેરોલ ફર્લો એલ.સી.બી.મોરબી

મોરબી પોલીસ પેરોલ ફર્લો, વચગાળાના જામીન, પોલીસ જાપ્તામાંથી તેમજ જેલ ફરારી કેદીઓ/આરોપી પકડવા સારૂ તા.૧૯/૦૨/૨૦૨૨ થી તા.૦૫/૦૩/૨૦૨૨ સુધી સ્પેશ્યલ દ્રાઇવ રાખવામાં આવેલ હોય એલ.સી.બી.પેરોલ ફર્લો સ્કોડના પોલીસ સ્ટાફના માણસો કાર્યરત હતા દરમ્યાન પોલીસને બાતમી રાહે મળેલ હકિકત આધારે પાકા કામના કેદી નં. ૪૭૩૦૩ સોયેબ હૈદર જેડા જાતે મીયાણા ઉ.વ.૩૧ રહે. કુંભારવાડા, નારીરોડ, હાઉસીંગબોર્ડ કવાટર નંબર-૩૧૮ ભાવનગર વાળો ભાવનગર ડી. ડિવી. પો.સ્ટે. વિસ્તારમાં સને ૨૦૧૧ ના વર્ષમાં ખુનના ગુનામાં સંડોવાયેલ હોય જે આરોપીને એડી.સેસન્સ કોર્ટ, ભાવનગરનાઓએ સને-૨૦૧૫ નાવર્ષમાં આજીવન કેદની સજા કરેલ જે આરોપી સને ૨૦૧૫ના વર્ષથી રાજકોટ જિલ્લા જેલમાં સજા કાપતો હોય જે પાકાકામનો કેદી ગઇ તા. ૨૪/૧૧/૨૦૨૧ નારોજ દિન-૧૪ની ફર્લોરજા ઉપર છુટેલ જેને તા. ૦૯/૧૨/૨૦૨૧ નારોજ જિલ્લા જેલ રાજકોટ ખાતે હાજર થવાનું હોય પરંતુ મજકૂર ફર્લોરજા ઉપરથી ફરાર થયેલ હોય જે કેદી માળીયા મી. તાલુકાના ખીરઇગામે હોય જેને ખીરઇ ગામેથી પકડી હસ્તગત કરી રાજકોટ જિલ્લા જેલ ખાતે આગળની સજા કાપવા અર્થે સોપેલ છે.

આરોપી પાકા કામના કેદી નં. ૪૭૩૦૩ સોયેબ હૈદર જેડા જાતે મીયાણા ઉ.વ.૩૧ રહે. કુંભારવાડા, નારીરોડ, હાઉસીંગબોર્ડ કવાટર નંબર-૩૧૮ ભાવનગર, આરોપી વિરૂધ્ધ દાખલ થયેલ ગુનાઓ  ભાવનગર સીટી ડી. ડિવી. પોલીસ સ્ટેશન ફસ્ટ ગુ.ર.નં. ૧૧૭/૨૦૧૧ આઇ.પી.સી.કલમ-૩૦૨,૩૦૭ વિ., કામગીરી કરનાર અધિકારી તથા કર્મચારી એમ.આર.ગોઢાણીયા પોલીસ ઇન્સ્પેકટર એલ.સી.બી. મોરબી તથા PSI એન.બી.ડાભી, એન.એચ.યુડાસમાએ.ડી.જાડેજા તથા ASI પોલાભાઇ ખાંભરા,રજનીકાંત કૈલા,સંજયભાઇ પટેલ, કૈાશીકભાઇ મારવણીયા, HC ચંદ્રકાંતભાઇ વામજા, પુથ્વીરાજસિંહ જાડેજા, ચંદુભાઇ કાણોતરા, વિક્રમસિંહ બોરાણા, સહદેવસિંહ જાડેજા, શકિતસિંહ ઝાલા, જયેશભાઇ વાઘેલા, તથા PC વિક્રમભાઇ ફુગસીયા, બ્રિજેશભાઇ કાસુન્દ્રા પરાક્રમસિંહ જાડેજા, હરેશભાઇ સરવૈયા,રણવીરસિંહ જાડેજા, સતીષભાઇ કાંજીયા, વિગેરે દ્વારા કરેલ છે.