મોરબી જિલ્લાના ૯ વિદ્યાવાહક શિક્ષકોનું શિક્ષણમંત્રીના હસ્તે સન્માન થશે

GIET (ગુજરાત શૈક્ષણિક ટેકનોલોજી ભવન) દ્વારા નિર્મિત કાર્યક્રમોના પ્રચાર-પ્રસાર માટે મોરબી જિલ્લામાંથી કુલ ૯ શિક્ષકમિત્રો છેલ્લા ઘણા સમયથી વિદ્યાવાહક તરીકેની કામગીરી કરી રહ્યા છે. જેમાં માળિયા તાલુકામાંથી અનિલભાઈ બદ્રકિયા (મોટીબરાર પ્રા. શાળા), બેચરભાઈ ગોધાણી (કુંતાસી પ્રા. શાળા), પુનિતભાઈ મેરજા (મોડેલ સ્કૂલ મોટીબરાર). હળવદ તાલુકામાંથી જયેશભાઈ મોરડીયા (આર.એમ.એસ.એ. સ્કૂલ રણમલપુર), હરદેવસિંહ જાડેજા (રાયસંગપુર પ્રા. શાળા). મોરબી તાલુકામાંથી અશોકભાઈ કાંજીયા (નાનીવાવડી કુ. પ્રા. શાળા), અનિલભાઈ ફટાણિયા (પોલીસ લાઈન કન્યા શાળા). ટંકારા તાલુકામાંથી નૈમિષભાઈ પાલરીયા (વિરવાવ પ્રા. શાળા) અને વાંકાનેર તાલુકામાંથી સોયેબઅલી શેરસીયા (મોહમદી લોકશાળા ચંદ્રપુર) નો સમાવેશ થાય છે.

આ વિદ્યાવાહક શિક્ષક મિત્રોએ બાળ હિતાર્થે નિ:સ્વાર્થ ભાવે સુંદર કામગીરી કરી છે. જેથી તેઓનું શિક્ષણમંત્રી જીતુભાઈ વાઘાણીના વરદ હસ્તે આગામી તારીખ ૬ જૂન ૨૦૨૨ ના રોજ અમદાવાદ ખાતે વિશેષ સન્માન થવાનું છે. તો આ તકે મોરબી જિલ્લા શિક્ષક પરિવારે આ તમામ શિક્ષકમિત્રોને શુભેચ્છાઓ પાઠવી છે.