મોરબી : રક્તદાન કેમ્પ યોજી દીકરીના જન્મદિવસની ઉજવણી કરાશે

મોરબી અંસ્ટોપેબલ વોરિયર્સ ગ્રુપ એક મહિલાઓ સંચાલિત ગ્રુપ છે જેના દ્વારા અનેક જરૂરિયાત મંદ લોકો સુધી પહોંચી સેવા કાર્યો કરી રહ્યું છે જેમાં કોરોના કાળ માં પણ આ ગ્રુપ દ્વારા સેવાઓ અપાઈ હતી મહિલાઓ માટે જાગૃતિ અભિયાન ધાર્મિક ત્યોહાર ની અલગ ઉજવણી કરીને સાથે સાથે જન્મદિવસ ની પ્રેરણાદાયી ઉજવણી આ ગ્રુપ કરતું રહ્યું છે

અંસ્ટોપેબલ ગ્રુપ ના પ્રમુખ હેતલબેન મુકેશભાઈ આંખેજા ની લાડકવાયી દીકરી દ્રષ્ટિનો જન્મદિવસ છે તો તેના ઉજવણી ના ભાગ રૂપે રક્તદાન કેમ્પ નું આયોજન કરવામાં આવશે જેમાં દરેક રક્તદાતા ને ભેટ આપી ઉજવવામાં આવશે