રાજ્યમંત્રી બ્રિજેશભાઈ મેરજા મોરબી જિલ્લાના પ્રવાસે 

શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર, પંચાયત (સ્વંતત્ર હવાલો), ગ્રામ વિકાસ, ગ્રામ ગૃહ નિર્માણના રાજ્યમંત્રી બ્રિજેશભાઇ મેરજા મોરબી જિલ્લાના પ્રવાસે છે. ૩૦ મી મેના સવારે ૯:૪૫ કલાકે તેઓ એન.આઈ.સી. કોન્ફરન્સ હોલ કલેકટર કચેરી ખાતે પ્રધાનમંત્રી કેર્સ ફોર ચિલ્ડ્રન લોન્ચિંગ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે.

બપોરે ૧૨:૦૦ કલાકે જિલ્લા કક્ષાના અધિકારીઓ સાથે પ્રિમોન્સુન કામગીરી સંદર્ભ સમીક્ષા બેઠકમાં હાજર રહેશે તથા ૧:૦૦ કલાકે મોરબી નગરપાલીકાના અધિકારીઓ/પદાધિકારીઓ સાથે પ્રિમોન્સુન કામગીરી અંગેની બેઠકમાં ઉપસ્થિત રહેશે.