મોરબી સેતુબંધ ફાઉન્ડેશન ઈન્ટરનેશનલ હ્યુમન રાઈટ્સ એસોસિએશન દ્વારા માતૃપિતૃ વંદના સન્માન સમારોહ યોજાયો

(અહેવાલ: જયેશ બોખાણી) : મોરબીના શકત શનાળા ખાતે આવેલ પટેલ સમાજવાડી ખાતે સેતુબંધ ફાઉન્ડેશન અને ઈન્ટરનેશનલ હ્યુમન રાઈટ્સ એસોશીએશનના સંયુક્ત ઉપક્રમે માતૃપિતૃ વંદના સન્માન સમારોહ યોજાયો હતો. જેમાં સંતાનમાં એક જ દીકરી ધરાવતા પરિવારો સહીત સામાજિક સંસ્થાઓ અને પત્રકારોને સન્માનિત કરવામાં આવ્યા હતા આજના સમયમાં સમાજમાં પ્રવર્તતા દિકરી દિકરા વચ્ચેના તફાવતને ઓછો કરવામાં તેમજ બેટી બચાવો બેટી પઢાવો સરકારના સુત્રને સાર્થક કરીને પોતાની દિકરીને આગવું સ્થાન મળે સમાજમાં આગવી સન્માનજનક ઓળખ ઉભી થાય અન્ય લોકો પણ પોતાના સંતાનમાં દિકરો દિકરીના ભેદ ભૂલીને દિકરી પણ દિકરા સમાન છે તેવું માનીને આવા લોકોમાંથી પ્રેરણા લે તંદુરસ્ત અને સમૃદ્ધ તેમજ સુરક્ષિત સમાજની રચના થાય સમાજમાં બેટીઓ માટે સન્માનજનક સ્થાન બને દિકરીઓ પર અત્યાચાર બંધ થાય તેના માટે લોકોમાં જાગૃતિ આવે દિકરીઓ આત્મનિર્ભર થાય અને સ્વરક્ષણ કરતી થાય તેવા સંદેશ સાથે સંતાનમાં માત્ર એક દીકરી જ ધરાવતા માતા પિતાઓના મહાનુભાવોના હસ્તે સન્માનિત કરવામાં આવ્યા હતા.

જેમા વિરવિદરકા ગામના રાજેશભાઈ ગોરધનભાઈ સુરેલા અને નિરૂબેન રાજેશભાઈ સુરેલાની એકમાત્ર દીકરી રચના સહીતના સહપરીવાર સહીત એક દિકરી ધરાવતા ૯૯ પરીવારોને સન્માનિત કરાયા હતા દીકરી દિકરો એક સમાનની ઉકતીને ચરિતાર્થ કરવા અને સમાજમાં સ્ત્રી સશક્તિકરણને બળ આપવા તેમજ સમાજમાં થઈ રહેલા સારા કાર્યોને પ્રોત્સાહન આપવાના હેતુથી સેતુબંધ ફાઉન્ડેશનના પ્રમુખ તેમજ ઈન્ટરનેશનલ હ્યુમન રાઈટ્સ એસોશીએશનના જનરલ સેક્રેટરી કાંતિલાલ.ડી.બાવરવા તેમજ તેમની ટીમ દ્વારા મોરબી તાલુકાના શકત શનાળા ગામે આવેલ પટેલ સમાજવાડી ખાતે આજરોજ માતૃપિતૃ વંદના સન્માન સમારોહ તેમજ વિશિષ્ટ સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમ અંતર્ગત જે પરિવારને સંતાનમાં માત્ર એક જ દીકરી હોય અને તે પણ ૧૫ વર્ષથી વધુ ઉંમરની હોય તેવા ૯૯ પરિવારો ધોરણ ૧૨ સાયન્સમાં એ-1 ગ્રેડ પ્રાપ્ત કરનાર મોરબી જિલ્લાના ૧૫ વિદ્યાર્થીઓને મોરબી જિલ્લામાં રાજ્ય અને રાષ્ટ્ર કક્ષાએ એવોર્ડ પ્રાપ્ત કરનાર ૧૨ શિક્ષકો મોરબીમાં સેવાકીય ક્ષેત્રે કાર્યરત સેવાના ભેખધારી ૪૭ વ્યક્તિઓ તેમજ સંસ્થાઓ મોરબી જિલ્લાના સરપંચો તેમજ લોકશાહીનો ચોથો સ્થંભ ગણાતા પત્રકારમિત્રોને સન્માનિત કરવામાં આવ્યા હતા.

આ કાર્યક્રમમાં મુખ્ય અતિથી તરીકે માતાપિતાનું એક માત્ર સંતાન અને તે પણ દીકરી એવા ગુજરાત પ્રદેશ મહિલા કોંગ્રેસના પ્રમુખ જેનીબેન ઠુંમર ઈન્ટરનેશનલ હ્યુમન રાઈટ્સ એસોશીએશનના પ્રેસિડેન્ટ ડો.શેહનાઝબેન બાબી રાજકોટ સ્થિત મધુરમ હોસ્પિટલના સૌરાષ્ટ્રના પ્રખ્યાત ન્યુરો સર્જન ડો.હેમાંગભાઈ વસાવડા ખેડૂત અગ્રણી અને ગુજરાત કિસાન કોંગ્રેસના ચેરમેન પાલભાઈ આંબલીયા ગુજરાત કિસાન સંગઠનના પ્રમુખ જે.કે.પટેલ મોરબી સ્થિત કડવા પાટીદાર કન્યા કેણવણી મંડળ સંસ્થાના પ્રમુખ બેચરભાઈ હોથી તેમજ મોરબી સ્થિત દરેક સમાજના પ્રમુખો અગ્રણીઓની હાજરીમાં એક દિકરી ધરાવતા પરીવાર પત્રકારો સેવાભાવી સંસ્થા શિક્ષકોને તેઓના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું.