વિશાલ જયસ્વાલ હળવદ : મોરબી જિલ્લાના હળવદ તાલુકામાં આવેલ સુંદરગઢ ગામ પાસે આવેલ બ્રાહ્મણી ડેમ બે માં યુવક ડૂબી જતા મોત નીપજ્યું બનાવની જાણવા મળતી વિગત મુજબ રાજ અશોકભાઈ પંડ્યા નામના તરુણ વઇ નો યુવક જેની ઉંમર ૧૪ વર્ષ કે જે જામનગર રહેવાસી બ્રાહ્મણી ડેમ પાસે હાથ-મોં ધોવા ઉભા હતા તેવા સંજોગોમાં અચાનક શોટ લાગતા આ ૪ યુવક પાણીમાં ગરકાવ થઇ જતા અનેક લોકો એ શોધખોળ હાથ ધરી હતી જેમાં ૩ નો બાવાવ થયો અને ૧ તરુણ નું મોત ઘટનાની જાણ થતાં હળવદ ફાયરબ્રિગેડની ટીમ ઘટના સ્થળે દોડી જઇ તાત્કાલિક અસરથી કામગીરી હાથ ધરવામાં આવી હતી ફાયર સેફટી અધિકારી રોહિત મહેતાની આગેવાની હેઠળ તેમના સ્ટાફની કોની ગઢવી સહિતનાઓએ ભારે જહેમત ઉઠાવ્યા બાદ યુવકની લાશ મળતા પરિવારજનોમાં શોકની લાગણી પ્રસરી