મોરબી સીરામીક એસો. દ્વારા ગેસના ભાવ ઘટાડવા નાણામંત્રીને રજુઆત કરી

વર્તમાન પરિસ્થિતીમા મોરબીનો સીરામીક ઉઘોગ ભયંકર મંદીના માહોલમા પસાર થઈ રહ્યો છે ત્યારે સીરામીક ઉઘોઁગમા સપ્લાય થતા નેચરલ ગેસના ભાવ ઘટે એ ખૂબ જ જરૂરી હોય સાંસદ મોહનભાઈ કુંડારીયાની સાથે ગાંઘીનગર જઈને પંચાયત મંત્રી બ્રીજેશભાઈ મેરજા તેમજ નાણાપ્રઘાન કનુભાઈ દેસાઈને મોરબી સીરામીક એસોસીએસનના પ્રમુખ મુકેશભાઈ કુંડારીયા, પૂર્વ પ્રમુખ મુકેશભાઈ ઉઘરેજા, કિશોર ભાલોડીયા તેમજ કમીટી મેમ્બર અનિલ સુરાણી, પરેશ ઘોડાસરા તેમજ મહેન્દ્રભાઈ ફેફર દ્વારા નેચરલ ગેસના ભાવ ઘટાડવા બાબતે રજુઆત કરી

પંચાયત મંત્રી બ્રીજેશભાઈ મેરજા અને સાંસદ મોહનભાઈ કુંડારીયા દ્વારા સીરામીક ઉઘોઁગમા હાલ ચાલી રહેલ ભયંકર મંદી વિશે નાણાપ્રઘાન કનુભાઈ દેસાઈને અવગત કરતા હાલની પરિસ્થિતીને ઘ્યાનમા લઈને નાણાપ્રઘાનએ હકારાત્મક અભિગમ દાખવી આ બાબતે યોગ્ય કરવા ખાતરી આપી