મોરબી : હોસ્પિટલની મનમાની અકસ્માતની મળતી સહાય દર્દીને આપવાનો ઇન્કાર ?

ગેરકાયદેસર બાંધકામ વાળી હોસ્પિટલ સરકારના નિયમો નેવેમુકી રહી છે, તંત્ર એક્શન ક્યારે લેશે ??

વડાપ્રધાન મોદી ગરીબ વર્ગ માટે અનેક યોજનાઓ ઘડી રહ્યા છે જેથી ગરીબ લોકોને સહાય મળી શકે પણ તે યોજાનોએ અમુક વર્ગો અને લોકો દ્વારા ગરીબ લોકો સુધી પહોંચાડવાના બદલે તેના થી ગરીબ લોકોને દૂર રાખી રહ્યા છે

મોરબીમાં ગત તારીખ 11.5.2022 ના રોજ ટંકારા પાસે ટ્રેકટર અને રીક્ષા વચ્ચે અકસ્માત થયો હતો જેમાં રિક્ષામાં પેસેન્જર તરીકે બેઠેલ વ્યક્તિને અકસ્માતમાં ઇજા પહોંચી જેથી તેમને સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા જ્યાં પ્રાથમિક સારવાર આપ્યા બાદ તેમને સિવિલ હોસ્પિટલ ના ડોકટર દ્વારા દર્દી ને આયુષ હોસ્પિટલમાં લઈ જવા માટે કહેવામાં આવ્યું હતું જેથી દર્દી ને આયુષ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા અને ત્યાં દાખલ કરવામાં આવ્યા તેમને મોઢા ભાગ પર ગંભીર ઇજા પહોંચી હતી જેથી ત્યાં ટાંકા લેવામાં આવ્યા હતા

સરકાર દ્વારા ચાલતી અકસ્માતની યોજના હેઠળ 24 કલાક દરમિયાન 50 હજાર સુધીનો ખર્ચ સરકાર ઉપાડે છે જેમાં પ્રાથમિક સારવાર થી માંડીને ઓપરેશન સુધી એટલે કે 50 હજાર રૂપિયા સુધીની મર્યાદા સુધીનો ખર્ચ સરકાર ઉપાડે છે તેમજ અકસ્માત થયા બાદ પોલીસ ફરિયાદ થવી જરૂરી છે આ યોજના ઘણા સમય થી ચાલુ છે પણ આયુષ હોસ્પિટલ ના ડોકટરો દ્વારા કહેવામાં આવ્યું કે આ યોજનાનો લાભ તમને મળી શકે તેમ નથી ત્યાંના ડોકટરો અને વહીવટી તંત્રનું કહેવું છે કે કોઈ ઓપરેશન આવે તો આ યોજનાનો લાભ મળે નહીંતર ના મળે હવે આ આયુષ હોસ્પિટલ માં જ નિયમો અલગ છે કે શું ?? અગાવ પણ આ હોસ્પિટલમાં દવા ના ભાવ ફેર ઝડપાઇ હતી ત્યાં ના મેડિકલ માં મળતી દવા માં બે જ દિવસમાં MRP ફેર આવ્યા હોવાનું દર્દીના પરિવારે ફરીયાદ કરી હતી તે બાદ તે મેડિકલ માં દવામાં MRP સરખી કરી ને  વેચવામાં આવી હતી એટલે આ હોસ્પિટલમાં આવા અનેક પ્રકરણો ચાલી રહ્યાં છે ?

હાલ તો આ અકસ્માતની વાત કરીએ તો દર્દી ગરીબ હોય તેને ખાસ આ લાભ ની જરૂર હોય પણ હોસ્પિટલ તંત્રની અનિતીના કારણે દર્દી ને આ યોજનાનો લાભ મળ્યો નથી જે યોજના ગરીબ વર્ગ માટે જ બનાવામાં આવી છે તે યોજનાની ગરીબ લોકો સુધી આવા હોસ્પિટલ તંત્ર પહોંચાડવા દેતા નથી
આ યોજનાનો લાભ લેવા માટે દર્દીના પરિવાર જનો ધકા ખાઈ રહ્યા છે તેમ છતાં આ જાડી ચામડીનું તંત્ર જવાબ નથી આપી રહ્યા

આ યોજનાનો લાભ દર્દીને મળવા પાત્ર હોય અને તેમ છતાં આ હોસ્પિટલ દ્વારા લાભ આપવામાં આવ્યો નથી ત્યારે આ હોસ્પિટલ સામે તંત્ર એક્શન લેશે ? કે પછી આ હોસ્પિટલ તેમની મન મરજી મુજબ કામગીરી કરશે ?