એક મહિલાના પર્સ તેમજ મોબાઇલની જાહેર રોડ પર થી લૂંટ
વિશાલ જયસ્વાલ હળવદ : હળવદમાં છેલ્લા નવ દિવસથી ચોરીના બનાવો દરરોજ બનતા આવી રહ્યા છે જ્યાં સુધી ચોરીનો બનાવ ન બને ત્યાં સુધી હળવદ વાસીઓ નો દિવસ પૂર્ણ નથી થતો તેવો માહોલ સમગ્ર હળવદમાં તેમજ આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં બની ચૂક્યો છે લોકોમાં ભારે ડરનો માહોલ જાણે લુખ્ખા તત્વો તેમજ તસ્કરો પોલીસને ખુલ્લો પડકાર ફેંકતા હોય તેમ અંધારામાં તો ખરા પરંતુ થોડા દિવસે પણ ચોરી કરી રહ્યા છે ચોરી તો ઠીક પરંતુ લૂંટ પણ ચલાવી રહ્યા છે ત્યારે હાલમાં હળવદ ની પરિસ્થિતિ ખૂબ જ ગંભીર હોવાનું લોકમુખે ચર્ચાઈ રહ્યું છે
હાલમાં જ નવા પીઆઇને હળવદ ખાતે મૂકવામાં આવ્યા છે પરંતુ તસ્કરોને તો જાણે પોલીસનો ડર જ ન હોય તેમ પોશ વિસ્તારમાં ધમધમતા રોડ પરથી ચોરી કરી લૂંટ ચલાવી નાસતા ફરે છે ત્યારે હવે હળવદ વાસીઓને રાત્રે ઊંઘવું પણ જીવના જોખમે બની ગયું છે હાલમાં પરિસ્થિતિ એવી નિર્માણ પામી છે કે હળવદમાં રાજકીય આકાઓ એ વધારે પોલીસ ફોર્સની માંગ કરી હળવદ વાસીઓને સલામત કરવાની જવાબદારી માથે લેવી પડશે પરંતુ રાજકીય નેતાઓ જાણે તમાશો જોઈ રહ્યા હોય તેવું લોકમુખે ચર્ચાઈ રહ્યું છે
આજ સમી સાંજે સરા રોડ પર આવેલ તુલસી પ્રોવિઝન ની સામે એક મહિલા ખરીદી કરવા જઈ રહી હોય તેવામાં બે લૂંટારૂઓ એ ધક્કો મારી પર્સ તેમજ મોબાઇલની લૂંટ ચલાવી ફરાર જોકે સદ્નસીબે મહિલાના ગળામાં પહેરેલો ચેન લૂંટવાનો પ્રયાસ નિષ્ફળ જતાં બચી ગયો મહિલા નો મોબાઈલ અંદાજિત કિંમત 21000 તેમજ પાસ કે જેમાં અંદાજિત ૧૦ થી ૧૫ હજાર કામ ATM સહિતના દસ્તાવેજો પણ તેમાં ચોરાયા
શું હળવદ પોલીસ હવે જાગૃત થઇને 24 કલાક પોતાનું કામ કરશે કે અમને જાણવા મળતી અંગત સૂત્રો પાસેથી રાત્રિના સમયે હોમગાર્ડ ભરોસે ગામ મૂકવામાં આવી રહ્યું છે પોલીસ જવાનો પોતાના પોઇન્ટ પર જતા નથી હોતા અને હોમ ગાર્ડ ના ભરોસે મૂકે છે