ફ્રેન્ડ્સ યુવા સેવા ગ્રુપ હળવદ દ્વારા CCTV કેમેરા તેમજ સ્ટ્રીટ લાઈટો શરૂ કરવા રજુઆત

ફ્રેન્ડ્સ યુવા સેવા ગ્રુપ હળવદ દ્વારા સીસીટીવી કેમેરા તેમજ સ્ટ્રીટ લાઈટો તાત્કાલિક અસરથી શરૂ કરવા માટે નગર પાલિકામાં આવેદનપત્ર આપવામાં આવ્યું

વિશાલ જયસ્વાલ હળવદ : હળવદ શહેરમાં તેમજ ગ્રામ્ય વિસ્તારમાં દિન-પ્રતિદિન ચોરી ના બનાવોમાં નોંધપાત્ર વધારો થઈ રહ્યો છે છેલ્લા નવ દિવસથી ચોરીની ઘટનાઓ એ વેગ પકડ્યો છે ત્યારે આવી ઘટના બનતી અટકાવવા માટે હળવદમાં છેલ્લા છ વર્ષથી સામાજિક સંસ્થામાં અગ્રેસર એવી ફ્રેન્ડ્સ યુવા સેવા ગ્રુપ દ્વારા હળવદના સમગ્ર વિસ્તાર પર સીસીટીવી કેમેરા નાખી તેનું મોનિટરિંગ હળવદ પોલીસ સ્ટેશન ખાતે કરવામાં આવે

તેમજ જાહેર રસ્તાઓ પર સ્ટ્રીટ લાઈટો જે બંધ હાલતમાં રહેલી સ્ટ્રીટલાઇટો તાત્કાલિક અસરથી ચાલુ કરવામાં આવે તેવી માંગ સાથે હળવદ નગરપાલિકાને આવેદન પત્ર આપવામાં આવ્યું ચીફ ઓફિસર તેમજ હળવદ નગરપાલિકાના પ્રમુખ ને આવેદનપત્ર આપી આ માંગ કરવામાં આવી જો કે હળવદ નગરપાલિકાના પ્રમુખ દ્વારા સત્વરે થાંભલા પર સ્ટ્રીટ લાઈટો લગાવીને કામ શરૂ કરવામાં આવશે તેવી બાંયધરી આપવામાં આવી તેમજ સીસીટીવી કેમેરાનું કામ જલ્દીથી જલ્દી શરૂ કરવામાં આવે તેવી પણ ખાતરી આપવામાં આવી હતી