રાજ્યમંત્રી બ્રિજેશભાઇ મેરજાએ ઝંડી ફરકાવી સાયક્લોથોન રેલીને પ્રસ્થાન કરાવ્યું

‘અંગદાન એજ મહાદાન’ સંકલ્પને વેગવંતુ બનાવી જાગૃતિ ફેલાવવાના હેતુથી સાયક્લોથોનનું આયોજન કરાયું

અંગ દાન મહાદાન અભિયાન અંતર્ગત મોરબીમાં નગરપાલિકા તેમજ મંતવ્ય ન્યૂઝના સંયુક્ત ઉપક્રમે યોજાયેલ સાયક્લોથોનનું પ્રસ્થાન શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર, પંચાયત (સ્વંતત્ર હવાલો), ગ્રામ વિકાસ, ગ્રામ ગૃહનિર્માણના રાજ્યમંત્રી બ્રિજેશભાઇ મેરજા દ્વારા કરવામાં આવ્યું હતું.

શુક્રવારે સવારે શહેરના ટાઉનહોલ ખાતે થી પ્રારંભ કરીને આ સાયક્લોથોન વસંત પ્લોટ, રવાપર રોડ, નરસંગ ટેકરી મંદિર, રવાપર ચોકડી થઈને ઉમિયા સર્કલ પહોંચી હતી બાદમાં શનાળા રોડ, નવા બસ સ્ટેન્ડ, રામ ચોક સહિતના વિસ્તારમાં ફરીને નગરપાલિકા કચેરી ખાતે પૂર્ણ કરવામાં આવી હતી.

મોરબી ખાતે આયોજિત સાયક્લોથોનનું મોરબી-માળીયાના ધારાસભ્ય અને રાજ્યમંત્રી બ્રિજેશભાઈ મેરજા, ઇન્ચાર્જ અધિક કલેકટર અને મોરબી પ્રાંત અધિકારીશ્રી ડી.એ. ઝાલા, મોરબી નગરપાલિકા પ્રમુખ કુસુમબેન પરમાર, ઉપપ્રમુખ જયરાજસિંહ જાડેજા તથા અગ્રણી સર્વ દુર્લભજીભાઈ દેથરીયા, જયંતીભાઈ પટેલ, અંબારામભાઈ કવાડીયા સહિત મોટી સંખ્યામાં બાળકો,. યુવાનો અને વૃદ્ધોએ પણ મોટી સંખ્યામાં ભાગ લીધો હતો.