પાટીદારધામને આર્થિક યોગદાન આપી ધર્મપત્નીના જન્મદિનની ઉજવણી કરતા પ્રમુખ સેવક

મોરબી વિદ્યાદાન મહાદાનને ચરિતાર્થ કરવા પાટીદારધામ ના પ્રમુખ સેવક દેકાવડિયા કિરીટ ભાઈના ધર્મ પત્ની શોભનાબેનનો જન્મ દિવસ હોય…તેઓએ જન્મ દિવસની ઉજવણી કેક કાપી કે પાર્ટી કરીને કરવાને બદલે પાટીદાર ધામ કે જે GPSCના ક્લાસ ચલાવે છે તેમાં આર્થિક યોગદાન આપીને જન્મદિવસની સાદાયથી પ્રેરણાદાયી ઉજવણી કરી સમાજને એક નવો રાહ ચિંધ્યો છે જેથી ખોટા ખર્ચ કરવા કરતાં આપણી લક્ષ્મી શિક્ષણ અને આરોગ્ય સંસ્થા માં વપરાય તેવો હેતુ સિદ્ધ કર્યો છે.

આજે શોભનાબેન ને ચોમેરથી સેવાકિય પ્રવૃત્તિ કરતા રહેવાની અને જન્મ દિવસની શુભકામના મળી રહી છે.