હળવદ : સુખપર નજીક જેરી કેમિકલ ભરેલ ટેન્કર નો અકસ્માત થતાં ટ્રાફિક જામ

પોલીસ તેમજ ફાયર સ્ટાફ ઘટના સ્થળે દોડી આગળ ની તપાસ હાથ ધરી

વિશાલ જયસ્વાલ હળવદ : કંડલા થી મહારાષ્ટ્ર તરફ જઈ રહેલ ઝેરી કેમિકલ ભરેલી ટેન્કર હળવદ તાલુકાના સુખપર પાસે અકસ્માત થતાં મોટી સંખ્યામાં ટ્રાફિકજામ સર્જાયો ઘટનાની જાણ થતાની સાથે જ પોલીસ કાફલો તેમ જ ફાયરબ્રિગેડની ટીમ ઘટના સ્થળે દોડી જઇ આગળની કાર્યવાહી હાથ ધરી

બનાવની જાણવા મળતી વિગત મુજબ કંડલા થી નીકળેલી કેમિકલ ભરેલું ટેન્કર મહારાષ્ટ્ર તરફ જઇ રહ્યું હતું તેવામાં સુખપર નજીક સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો મોટી સંખ્યામાં ટ્રાફિકજામ સર્જાયો કેમિકલની દુર્ગંધના પગલે લોકો અકળાયા તાત્કાલિક અસરથી પોલીસને જાણ કરતા પોલીસ તેમજ ફાયર બ્રિગેડ નો સ્ટાફ ઘટના સ્થળે દોડી આગળની તપાસ હાથ ધરી ટેન્કરમાં લખેલ HAZCHEM કોડ 1203 જે કેમિકલ દર્શાવે છે તે કેમિકલ અંદર છે કે નહીં તે પણ હવે જોવાનું રહ્યું અને જો તે મુજબનો કેમિકલ ન હોય તો ફાયર સેફ્ટીના અધિકારી શું પગલાં લેશે તે પણ ચર્ચાનો વિષય ?