સફળતાનું રહસ્ય : “અનોખી”ની કલમે…

આજના સમયમાં લોકો કંઈક કરવા માટે અને કરી બતાવવા માટે બહુ ઉતાવળા રહેતા હોય છે.અને ત્યારે આ ભાગદોળ અને દેખાદેખીના સમયમાં લોકો દરેક ક્ષેત્રમાં કંઈક ને કંઈક મેળવવા માટે સતત પ્રયત્નો કરતા હોય છે. પણ મિત્રો શુ દરેક વ્યકિત સફળ થાય છે ? જવાબ છે ના , દરેક વ્યક્તિ સફળ નથી થતી કેમ ? એની પાછળ સફળ થવા માટે કે  સફળતા મેળવવા માટે શુ રહસ્ય છે હવે એની વાત કરીએ મિત્રો આપણે બધા સુખી થવા માટે , મનની શાંતી માટે અને પૈસા માટે સતત મહેનત કરતા હોઈએ છીએ પણ સફળતા એ કોઈ નાની બાબત નથી કે માંગે અને મળી જાય સફળતા મેળવવા પાછળ તો ઘણા બધા પરીબળો જવાબદાર છે. તો ચાલો મિત્રો આપણે વિસ્તૃત સભર સફળતાના રહસ્યો જાણીએ.

(૧) ધ્યેય : કોઈપણ ક્ષેત્રે સફળતા હાંસીલ કરવા માટે એક નિશ્ચત ધ્યેય હોવો ખુબ જ જરુરી છે પણ હા મિત્રો ટુંકા ગાળાનાં  અને લાંબા ગાળાનાં ધ્યેય માટે આપણે મન થી મક્ક્મ થઈને આપણા ધ્યેય ને સમર્પિત થવુ પડશે મારી સફળતા આ જ છે અને મારે અહીં સુધી પહોંચવાનુ જ છે કોઈપણ સંજોગોમાં મારા કર્મ અને મારી નિષ્ઠાપુર્વક સાચી દિશમાં મહેનત કરવી જ છે આવા મનોબળથી ધ્યયે ને અનુરુપ કર્મ કરતુ રહેવુ.

(૨) સમય : સમય ખુબ જ મૂલ્યવાન છે મિત્રો આપણે જે સમય અનુસાર ધ્યેય રાખેલા હોય છે એ સમય અનુસાર ધ્યેય પુરા થવા જ જોઈએ એકવાર કમાન માંથી છુટેલુ તીર અને છુટી ગયેલો સમય પાછો આવતો નથી એટલે સમયસર સમય સાથે ચાલીને સમયનું મૂલ્ય સમજીને ધ્યેય સુધી પહોંચવુ.

(3) સત્ય : મિત્રો સફળતા માટે જે પણ કર્મ કરો તે માટે નૈતિકતા, પ્રમાણિકતા ખુબ જ જરૂરી છે એટલે જ કહેવાયુ છે કે  सत्य मेव जयते અંતે સત્યનો જ વિજય થાય છે અને સત્યતા થી મળેલી સફળતા જ આપણને ટકાવી રાખે છે.અસત્ય પર મળેલી સફળતા લાંબો સમય સુધી ટકી રહેતી નથી

(૪) નિયમિતતા :  સફળતા મેળવવા માટે નિયમિતતા અત્યંત આવશ્યક પરિબળ છે વ્યકિત જેટલો પોતે પોતાના ધ્યેય માટે જે પણ કાંઈ કાર્ય કરે છે એ કાર્યમાં જેટલી વધુ નિયમિતતા છે એટલો વહેલો સફળ થશે.

(૫) પ્રામાણિકતા : પ્રામાણિકતા માણસ પોતાના પરિવાર અને સમાજનુ કલ્યાણ કરે છે.આપણે જેટલા વધુ પ્રમાણિક હોઈશુ એટલુ જ સમાજનો સહકાર વધુ મળશે.

(૬) ત્યાગ : કંઈક કરવા માટે કંઈક ગુમાવવુ પડે છે એ વાક્ય આપણે જાણીએ જ છીએ માટે સફળતાની કેડી એ ચાલતા ચાલતા સુખ દુઃખ બધા જ અનુભવો થશે કંઈક ગમતુ કરવુ પડશે અને કંઈક ગમતુ જતુ પણ કરવુ પડશે પણ એનાથી હતાશા કે નિરાશ થવુ નહી.આપણે આપણી મંજીલનો રસ્તો છોડવો નહી.

(૭) ધૈર્ય : કહેવાય છે કે ધીરજના ફળ મીઠા હોય છે માટે  સફળતા મેળવવા માટે થોડી ધીરજ પણ રાખવી જોઈએ દરેક વખતે પરિસ્થિતિ આપણા પક્ષમાં નથી હોતી.ઘણીવાર વિપરીત પરિસ્થિતિનો સામનો કરવો પડતો હોય છે.

(૮) દ્રઢતા : ઘણી વખત કોઈ અડચણ કે અસફળતાનો સામનો કરવો પડતો હોય છે ત્યારે આપણી મજબુત દ્રઢતા જ આપણને નિડર બનાવે છે અને એ સમયે દ્રઢ મનોબળથી સતત આગળ વધતા રહેવું જરૂરી છે.

(૯) કુશળતા : આપણી પાસે શુ કુશળતા છે એ મુજબ આપણો ધ્યેય હોવો જોઈએ અથવા તો કાર્ય માટે કુશળ બનવાની આવડતો વિકસાવવી જોઈએ.

(૧૦) સાહસ : ક્યારેક ખોટી દિશામાં સાહસ કરવાથી અસફળતા નુ પરિણામ ભોગવવુ પડતુ હોય છે. પણ સફળતા સાહસ કરવાથી મળે છે માટે યોગ્ય દિશામાં સાહસ કરવો અનીવાર્ય છે

(૧૧) અનુકરણ : તમારા આદર્શોનુ અનુકરણ કરવુ જોઈએ , સફળ થયેલી વ્યક્તિઓના જીવનચરીત્ર માંથી શીખીને આગળ વધવુ જોઈએ.

(૧૨) સ્વીકૃતી : તમે જે કર્મ કરો છો એમા ઘણી બધી અડચણો આવે છે કોઈવાર આપણાથી ભુલો થઈ હોય છે તો એ ભુલોને સ્વીકારીને એમાંથી કંઈક શીખ મેળવીને એ ભુલો ફરીવખત ન થાય એનું ધ્યાન રાખીને આગળ વધવુ હિતાવહ છે.

(૧૩) સ્વાસ્થય : મિત્રો કહેવાય છે કે “પહેલુ સુખ તે જાતે નર્યા ” માણસે સફળતા મળવવા માટે સૌથી અગત્યનું અને જરૂરી પરિબળ એટલે કે પોતાનુ સ્વાસ્થ્ય. જેટલુ સ્વાસ્થ્ય વધુ સારુ એટલુ  વધુ કામ કરી શકાશે.

(૧૪) વાંચન – લેખન : જ્ઞાન એ જ સર્વોપરી કહીએ છીએ એમ જીવનના લક્ષ્યો પ્રાપ્ત કરવા માટે સાચી દિશાનું જ્ઞાન ખુબ જ જરૂરી છે માટે દરરોજ થોડો સમય આપણા શાસ્ત્ર તેમજ મનગમતા પુસ્તકોનુ વાંચન કરવુ જોઈએ.

(૧૫) આશીર્વાદ : સફળ થવા માટે પ્રયત્નશીલ રહેવુ એ માણસનુ કર્તવ્ય છે પણ આપણે કરેલા કર્મનુ ફળ આપણને આપવુ એ ઈશ્વરના હાથમાં છે માટે જ ગીતામાં કૃષ્ણએ અર્જુનને કહ્યુ છે કે “તુ તારુ કર્મ કર ફળ ની ચિંતા ના કર” માટે જ માતા -પિતા ગુરુ અને ઈષ્ટદેવના આશીર્વાદ સફળતાની સીડી ચડવામાં ચોક્ક્સ મદદરુપ બને છે.

આમ સફળતા મેળવવા માટે આવા અનેક રહસ્યો રહેલા છે અને જે આ બધા જ પરિબળોને અનુકરણ કરે છે તેમને ચોક્કસ તેમના ધ્યેય સુધી પહોંચવા માટે મદદરુપ થશે.