મોરબી તાલુકા પોલીસ, એલસીબી, એઓજી સહિતની 35 ટીમોની મહેનત રંગ લાવી: આરોપી શું લાલચ આપી લય ગયો હતો જાણો..!!

માળીયા મિંયાણાના જુના ઘાંટીલા ગામે રહેતા ભાવેશભાઈ વિડજાના પુત્ર પર્વ પોતાના મામાના ઘરે માતા સાથે મોરબીના ઘુંટુ રોડ પર આવેલ ઉમા રેસીડેન્સીમાં રહેતા મામાના ઘરે વેકેશન ગાળવા આવ્યા હતા તે દરમિયાન ગઈકાલે શુક્રવારે નાના સાથે બાળક બહાર ગયો હતો ત્યારે નાનાનો પરિચિત દુકાનદાર બાળકને ગોલો ખવડાવવા લઈ ગયા બાદ બાળક અને દુકાનદાર લાપતા થતા મામાએ દુકાનદાર વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ મથકે અપહરણ અંગે ફરિયાદ નોંધાવી હતી.

જેમાં મોરબીના ઘુંટુ રોડ પર ઉમા રેસીડેન્સીમાં રહેતા રાજેશભાઈ શામજીભાઈ જોટાણીયાએ મોરબી તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી કે, તેમનો સાત વર્ષીય ભાણેજ પર્વ ભાવેશભાઈ વિડજા છેલ્લા ૧૦ દિવસથી પોતાને ત્યાં વેકેશન હોવાથી રોકાવા આવેલ હોય જેમાં ગઈકાલે સાંજે દાદા સાથે ભાણેજ સોસાયટીના ગેટ પાસે આવેલ બાલાજી પાન નામની દુકાને ગયો હતો ત્યારે ભાણેજ પર્વને લઈ બાલાજી પાન નામની દુકાન પાસે ગયેલા નાનાને સાંજે સિક્યોરિટીની નોકરી હોય પર્વને દુકાન પાસે રમતો મૂકી જતા રહ્યા હતા બાદમાં મામા રાજેશભાઈ બાલાજી દુકાન પાસે પર્વને તેડવા જતા પર્વ જોવા મળ્યો ન હતો જેથી બાલાજી દુકાનના માલીક એવા રાજેશ ચંદુભાઈ જગોદરાના પત્ની પુજાબેન દુકાને હાજર હતા

અને તેમણે બાળક પર્વ અંગે પુછતા અપહરણ કરનાર રાજેશભાઈના પત્નિએ કહ્યું હતું કે તેમના પતિને ઘુંટુ ગામમાં કપડા સિવડાવવા હોય પર્વને તેઓ બાઈકમાં બેસાડી લઈ ગયા છે જો કે ખાસો સમય રાહ જોયા બાદ ઘણો સમય વિતવા છતા દુકાનદાર રાજેશ જગોદરા પરત ન આવતા તેમના ઘરે તપાસ કરતા ત્યાં પણ રાજેશ હાજર ન હોય અંતે બાળકના મામાએ દુકાનદાર રાજેશ ચંદુભાઈ જગોદરા વિરુદ્ધ અપહરણ અંગે મોરબી તાલુકા પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવી હતી. જેથી મોરબી એલ.સી.બી. પો.ઇન્સ. એમ.આર.ગોઢાણીયા, મોરબી તાલુકા પો.સ્ટે. પો.ઇન્સ વીરલ પટેલ તથા પો.સ.ઇ.એન.બી.ડાભી, એન.એય ચુડાસમા, એ.ડી.જાડેજા, વી.બી.પીઠીયા તથા મોરબી એલ.સી.બી, પેરોલફર્લો સ્ક્વોડ, એ.એચ.ટી.યુ. તથા મોરબી તાલુકા પોલીસ સ્ટાફના કર્મચારીઓની જુદી જુદી 35 ટીમો બનાવી આરોપીને ઝડપી પાડવા તજવીજ હાથ ધરી હતી.

તે દરમ્યાન મોરબી એલ.સી.બી.ના પો.હેડ કોન્સ. દિલીપભાઇ ચૌધરી તથા ચંદુભાઇ કાણોતરા તથા મોરબી તાલુકા પો.સ્ટે.ના પો.કો. જયદિપભાઇ પટેલને સંયુકત રીતે ખાનગીરાહે હકીકત મળેલ કે અપાત બાળક પર્વ તથા આરોપી જામનગર શહેર ખાતે જેથી બાળક સુરક્ષિત હસ્તગત કરવા તેમજ આરોપી પકડી પાડવા સારૂ તાત્કાલીક જામનગર એલ સી.બી.ના પો.સ ઇ. કે.કે.ગોહિલ નો સંપર્ક કરતા તેઓએ જામનગર પોલીસ મિત્ર અતુલ ચંદ્રકાંતભાઇ વાસજાળીયા રહે. જામનગર,લાલવાડી વાળાને જાણ કરી આરોપી તથા બાળક ઉપર નજર રખાવી તાત્કાલીક અસરથી અપહ્યત બાળક તથા આરોપીને ઝડપી લીધો હતો. આરોપી દુકાનદાર બાળકને ગોલો ખવડાવાની લાલચ આપી પ્રથમ ધ્રાંગધ્રા અને માલવણ તરફ લઈ ગયા બાદ જામનગર તરફ લઈ ગયો હોવાનું પોલીસ તપાસમાં ખુલ્યુ હતું. ત્યારે મોરબી પોલીસે માત્ર 28 કલાકમાં અપહરણ કરનાર આરોપી અને બાળકને શોધી કાઢ્યા હતા. જેથી મોરબી જિલ્લા પોલીસ સહિતની 35 ટીમોની મહેનત રંગ લાવી હતી.