મોરબી : પી.જી.પટેલ કોમર્સ કોલેજની વિદ્યાર્થીનીઓએ લોકનૃત્યમાં પ્રદેશ કક્ષાએ પ્રથમ નંબર મેળવ્યો

ગુજરાત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિ – ગાંધીનગર પ્રેરિત કલામહાકુંભ 2021 – 22 માં પી.જી.પટેલ કોમર્સ કોલેજની બી.કોમ અને બી.બી.એ.ની વિદ્યાર્થીનીઓએ લોકનૃત્ય માં 15 થી 20 વર્ષ કેટેગરી માં પ્રદેશ કક્ષા એ પ્રથમ નંબર મેળવ્યો.

મોરબી તાલુકા કક્ષા ત્યારબાદ જિલ્લાકક્ષા દરેક માં પ્રથમ નંબર મેળવી પ્રદેશકક્ષાએ વડોદરા ખાતે તા.06/06/2022ના રોજ સ્પર્ધામાં ભાગ લઈ 11 જિલ્લા વચ્ચેની પ્રદેશકક્ષામાં પ્રથમ નંબર મેળવી મોરબી જિલ્લા તેમજ કોલેજ નું ગૌરવ વધાર્યું છે

હવે તા 10 થી 12 વચ્ચે ભાવનગર ખાતે ગુજરાત રાજ્ય કક્ષા એ તમામ વિદ્યાર્થીનીઓ ભાગ લેવા જશે લોકનૃત્ય ની તાલીમ આપનાર તેમના પ્રોફેસર હિતેન્દ્રસિંહ જાડેજા અને પી.જી.પટેલ કોમર્સ કોલેજના પ્રિન્સિપાલ
ડૉ.રવીન્દ્રભાઈ ભટ્ટ તેમજ ટ્રસ્ટી દેવકરણભાઇ આદ્રોજા, જતીનભાઈ આદ્રોજા તમામ વિદ્યાર્થીનીઓ ને શુભેચ્છા પાઠવે છે.