મોરબી : આર. ઓ. મહિલા કોલેજ દ્વારા એડવેન્ચર કમ ટ્રેકિંગ કેમ્પ યોજાયો 

શ્રી કડવા પાટીદાર કન્યા કેળવણી મંડળ સંચાલિત શ્રીમતી રેવાબેન ઓધવજીભાઈ મહિલા કોલેજ દ્વારા બીજા અને ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતી વિધાર્થિનીઓ માટે 10 દિવસીય એડવેન્ચર કમ ટ્રેકિંગ કેમ્પનું આયોજન કુલ્લુ મનાલી, હિમાચલ પ્રદેશ ખાતે કરવામાં આવેલ હતું જેમાં કોલેજની 75 જેટલી સ્ટુડન્ટસએ ઉત્સાહભેર જોડાઈ હતી.

મનાલી ટ્રેકિંગ કેમ્પમાં સમુદ્રની સપાટીથી આશરે 14000 ફૂટ ઊંચાઈ પર આવેલ બિયાસ નદીના ઉદગમ સ્થાન સુધી જઈને બિયાસ કુંડ ટ્રેક બધા સ્ટુડન્ટ્સએ સફળતાપૂર્વક પૂર્ણ કરેલ હતો. બિયાસ કુંડ ટ્રેક દરમિયાન રાત્રી રોકાણ 10000 ફૂટ ઊંચાઈ પર આવેલ હાયર કેમ્પ સાઇટ પર કરેલ હતું જ્યાં દિવસ દરમિયાન ઉનાળો સંધ્યા સમયે ચોમાસું અને રાત્રી દરમ્યાન હાડ ગગડી જાય તેવી ઠંડીનો અહેસાસ થયેલ હતો.

તદુપરાંત અમૃતસર પાસે આવેલ વાઘા બોર્ડર અને ગોલ્ડન ટેમ્પલની પણ મુલાકાત લીધેલ હતી. મનાલી ખાતે સોલાંગ વેલી, અટલ ટનલ, વશિષ્ઠ મંદિર, હડિમ્બા ટેમ્પલ, મનાલી માલ રોડ, બોદ્ધ મોનેસ્ટ્રી, બૂરવા વિલેજ વગેરેની મુલાકાત લીધેલ હતી. મનાલી ખાતે જુદી જુદી એડવેન્ચર એક્ટિવિટી જેવી કે રિવર ક્રોસિંગ, રેપ્લિંગ, જીપ લાઈન વગેરે એક્ટિવિટી કરેલ હતી. રિટર્ન જર્નીમાં કુલુ ખાતે રિવર રાફ્ટિંગ કરેલ હતું તથા ચંદીગઢ ખાતે રોઝ ગાર્ડનની પણ મુલાકાત લીધેલ હતી.

10 દિવસીય એડવેન્ચર કમ ટ્રેકિંગ કેમ્પનું સફળતાપૂર્વક પૂર્ણ થાય તે માટે મયુરભાઈ હાલપરા અને અશ્વિનભાઈ ગામી તથા અન્ય અધ્યાપકગણમાં રુચિતા મેડમ, દિશા મેડમ, ગોપી મેડમ, હેતા મેડમ, સ્નેહા મેડમ, અને વંદના મેડમ એ ભારે જહેમત ઊઠાવી હતી.