મોરબીમાં નિયમિત વીજબિલ ભરતા ગ્રાહકોના ઘરે જઈને સન્માન કરાયું

પીજીવીસીએલ તંત્રએ ગ્રાહકોની જાગૃતિ બિરદાવી

પી.જી.વી.સી. એલ મોરબી વિભાગીય કચેરી-ર હેઠળની વિવિધ પેટા વિભાગીય કચેરીના માનવંતા ગ્રાહકો કે જેઓ દ્વારા ગત નાણાકીય વર્ષ ૨૦૨૧-૨૨ દરમ્યાન તેમના વીજ બીલની રકમ વીજ બીલ મળ્યાના દિવસ ૫ માં ભરપાઈ કરેલ હોય અને આ નિયમિતતા સતત એક વર્ષ સુધી જાળવી રાખેલ હોય તેવા કુલ ૭ ગ્રાહકોના ઘરે ઢોલ નગારા સાથે કંપનીના અધિકારીઓ તથા કર્મચારીઓ તેમજ સ્થાનિક રાજકીય આગેવાનોને સાથે રાખી વધુમાં વધુ ગ્રાહકો સમયસર વીજ બીલ ભરપાઈ કરવા માટે પ્રેરાય અને ગ્રાહકોમાં જાગૃતિ કેળવાય તે માટે પી.જી.વી.સી.એલ. દ્વારા પ્રથમ વખત મોટા દહીસરા,વવાણીયા,ઘાટીલા અને લખાધીરગઢ ખાતે કુલ ૭ ગ્રાહકોના ઘેર જઈ પુષ્પગુચ્છ તથા શિલ્ડ આપી સન્માનિત કરવામાં આવેલ હતા. આ કાર્યક્રમને સ્થાનીક લોકોએ પણ ઉત્સાહભેર બિરદાવેલ.