વિશાલ જયસ્વાલ હળવદ : ચોમાસાની શરૂઆત પૂર્વે પીજીવીસીએલ દ્વારા પ્રિમોન્સુન કામગીરી કરવામાં આવતી હોય છે જેમાં ધામ ધોખતા તા૫ વચ્ચે ઉનાળાના સમયમાં કલાકો સુધી પાવર બંધ કરી પ્રિમોન્સુન કામગીરી કરવામાં આવે છે તેમ છતાં પણ પ્રથમ વરસાદે જ પાવર ગુલ થઈ જવાના બનાવો વર્ષોથી હળવદમાં ચાલ્યા આવ્યા છે જે પરંપરા આ વર્ષે પણ અવિરતપણે ચાલુ જ રાખી
આજે વહેલી સવારથી જ અસહ્ય બફારા બાદ બપોર ના સમયે મેઘરાજાએ અમી છાંટણાથી પોતાની એન્ટ્રી કરી ત્યારે વરસાદના છાંટા પડતાની સાથે જ હળવદમાં પાવર ગુલ થતાં લોકોએ પીજીવીસીએલની વર્ષો જૂની પરંપરા ને યાદ કરી ટીકાઓ કરી