કેમ ભણશે બાળકો મોરબી જિલ્લામાં 19 શાળામાં એક જ શિક્ષક

લ્યો બોલો ગુજરાત સરકારના હાઈટેક મિનિસ્તારના વિસ્તારમાં
૧૯ શાળામાં એકજ શિક્ષક અને ૫૨૧ શિક્ષકોની ઘટ

શિક્ષણએ આજની જરૂરીયાત છે પ્રધાનમંત્રી શિક્ષણને પ્રાધાન્ય આપી રહ્યા છે ત્યારે તંત્ર દ્વારા શિક્ષણની જાણે કોઈ વ્યવસ્થામાં રસ જ ન હોય તે રીતે કામગીરી કરવામાં આવી રહી છે શિક્ષણના આધારે આવનારું ભવિષ્ય નક્કી થયા છે તેમ છતાં મોરબી જિલ્લામાં ૧૯ શાળામાં એક જ શિક્ષક ફરજ બજાવી રહ્યા છે આમ કેવી રીતે બાળકો અભ્યાસ કરશે તે વિચારવા જેવું શિક્ષણને વધુ મહત્વ આપવું એ જરૂરી છે પણ મોરબી તંત્ર આ બધી કામગીરી કરવામાં નિષ્ફળ રહ્યું છે

ગુજરાત સરકારના હાઈટેક મિનિસ્તારના વિસ્તારમાં ૧૯ શાળામાં એકજ શિક્ષક અને ૫૨૧ શિક્ષકની જગ્યા ઓ ખાલી છે તેમ છતાં હજુ આ તંત્ર આ કામગીરી ક્યારે કરશે તે એક મોટો પ્રશ્ન છે

હાલ મોરબી જિલ્લામાં ૧૯ શાળા માં એક જ શિક્ષક છે જેમાં મોરબી તાલુકામાં ૮, ટંકારા ૨, હળવદ ૨, માળીયા ૩,  વાંકાનેર ૪ આમ કુલ જિલ્લામાં કુલ ૧૯ શાળાઓ શિક્ષક વગર ચાલી રહી છે તેમ કહી શકાય અને ૫૨૧ જેટલા શિક્ષકોની ઘટ પણ છે હવે જોવાનું એ રહ્યું કે આજ થી શાળાઓ શરૂ થઈ ગઈ ત્યારે આ બાળકોને કેવી રીતે ભણાવામાં આવશે