મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે પુરુષની લાશના વાલી વારસની શોધખોળ શરૂ

        મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે અકસ્માત મોત નોંધાયેલ છે. જે અનુસાર મરણ જનાર પુરુષ ઉ.વ. ૪૦ મોરબી તા.૧૪/૦૬/૨૦૨૨ ના ૧૫:૩૦ કલાકે પહેલા કોઈ વખતે મોરબી તાલુકાના મોરબી હળવદ હાઈવે રોડ નીચી માંડલ ગામની સીમ સેગા સીરામિકના કારખાનાની બાજુમાં આવેલ બાબુભાઈ પ્રભુભાઈ કુંડારીયાના ખેડાણ લાયક ખેતરમાં કોઇ પણ કારણોસર મરણ ગયેલ હાલતમાં લાશ મળી આવેલ હોય આ લાશનું મોરબી સરકારી સિવિલ હોસ્પીટલ ખાતે પી.એમ. કરાવવામાં આવેલ છે.

        મરણજનારની લાશને મોરબી સરકારી સિવીલ હોસ્પિટલના પી.એમ. રૂમના કોલ્ડ સ્ટોરેજમાં રાખવામાં આવેલ હોય જે પુરૂષ વાદળી કલરનો સફેદ લાઈનીંગ વાળો શર્ટ તથા કાળા કલરનું પેન્ટ તથા ગળાના ભાગે કાળા કલરનો ધાર્મિક દોરો તથા જમણા હાથે કલાઈના ભાગે અગ્રેજીમાં MINA લખાવેલ છે. મરણજનારના નામની કે તેના સગા સંબધીની કોઇ ઓળખ થયેલ ન હોય તેથી તેઓના વાલીવારસોએ તાલુકા પોલીસ સ્ટેશન ટેલીફોન નંબરઃ-૦૨૮૨૨-૨૪૨૫૯૨ તેમજ પોલીસ હેડ કોસ્ટેબલ જે.પી.વસીયાણીનો મોબાઈલ નંબરઃ-૮૩૨૦૪૩૨૩૭૮, ૯૮૨૫૫૮૫૪૮૭ પર સંપર્ક કરવા પોલીસ ઈન્સ્પેકટર મોરબી તાલુકા પોલીસ સ્ટેશનની યાદીમાં જણાવાયું છે.