શ્રી સર્વોદય એજયુકેશન સોસાયટી સંચાલિત કોલેજોમાં ત્રિવિધ કાર્યક્રમ યોજાયો

સર્વોદય એજ્યુકેશન સોસાયટી સંચાલિત આર્ટસ, કોમર્સે તથા સાયન્સ કૉલેજના ઉપક્રમે સર્વોદય એજ્યુકેશન સોસાયટીના માનારહ મંત્રી રજનીભાઇ મહેતા તેમજ ટ્રસ્ટી દેવાંગભાઈ દોશી , મુખ્ય અતિથિ ડૉ. શ્રીમતી સૌમ્યાબેન મિશ્રા , ડો. લખમણભાઇ કંઝરિયા વગેરેએ હાજર રહી સર્વેને પ્રોત્સાહિત કરેલા તેમ જ સંલગ્ન આર્ટસ કોલેજના પ્રિન્સિપાલ પ્રો.દંગી, કોમર્સ કોલેજના પ્રિન્સિપાલ ગરમોરા તથા સાયન્સ કોલેજના પ્રિન્સિપાલ ડો. માંડવીયા કૉલેજના કોલેજના ટીચિંગ – નોન ટીચીંગ સ્ટાફ તથા એનસીસી કેડેટ , NSS ના વિદ્યાર્થી મિત્રોએ કૉલેજના પ્રાંગણમાં યોગ કરી, બ્લડ ડોનેશન અને અંગદાનનો સંકલ્પ લીધેલ

કાર્યક્રમનું સંચાલન પ્રા. રામભાઇ વરોતરિયા તથા કેપ્ટન શર્મા દ્વારા કરવામાં આવેલ. બ્લડ ડોનેશનની વ્યવસ્થા આર્મી FC ઈમરજન્સી બ્લડ ગૃપ ના જગદીશ વનોલ, સુખવિન્દર અને તેમની ટીમ દ્વારા કરવામાં આવેલી હતી.
સિવિલ હોસ્પિટલના સ્ટાફની જહેમત તેમજ તમામ એનસીસી કેડેટના કારણે કાર્યક્રમ ઉત્તમ રહ્યો.