વાલ્મીકિ સમાજ ના સફાઈ કામદારો સાથે ભેદભાવ મામલે આવેદન આપવામાં આવ્યું

વિશાલ જયસ્વાલ હળવદ : હળવદ નગરપાલિકામાં સફાઈ કામદારો જે કાર્ય કરી રહ્યા છે તેવી જ રીતે વધુ સફાઈ કામદારોની જરૂરિયાત પ્રમાણે ૭ સફાઈ કામદારો ની ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી તે પ્રક્રિયા મા હળવદ નગર પાલિકા મા ૭ સુવર્ણ કર્મચારીઓ સફાઈ કામદારો ની ભરતી મુજબ કાયમી કરવામાં આવ્યા છે પરંતુ ત્યારે બાદ તેઓ સાથે વાલ્મીકિ સમાજ ના સફાઈ કામદારો પાસે થી લેવાતું કામ કરવામાં આવતું ન હોવાના કારણે સફાઈ કામદારો ૯ દિવસ મા ઉપવાસ પર બેઠા હતા આ ઉપવાસ દરમ્યાન અનેક રાજકીય નેતાઓ , ધારા સભ્ય સહિત ના એ સમાધાન કરવા માટે પ્રયાસ હાથ ધરવામાં આવ્યા હતા

ત્યારે બાદ અંતે ધારાસભ્ય, સહિત અનેક રાજકીય નેતાઓ એ વચન આપી સમાધાન કરાવ્યું હતું પરંતુ એ વચન ને પણ ૧ મહિના થી વધુ નો સમય વિતી ગયો હાલ સુધી એ સુવર્ણ સફાઈ કામદારો પાસેથી વાલ્મીકિ સફાઈ કામદારો પાસેથી લેવાતા કામ મુજબ કામ કરવામાં ન આવતું હોવાના કારણે આવેદન આપવામાં આવ્યું

જો આવી જ રીતે ચાલશે તો આગામી તા ૨૭/૬ ના સોમવાર ના દિવસે ૧ દિવસ કામ થી અળગા રહી કાળી પટ્ટી બાંધી વિરોધ પ્રદર્શન તેમજ નગરપાલિકા કચેરી ખાતે રામધૂન બોલાવી વિરોધ કરવામાં આવશે – સાવન મારુડા

આગામી દિવસોમાં પણ યોગ્ય કામગીરી નહીં થાય અને આવી જ રીતે ભેદભાવ રાખવામાં આવશે તો ઉગ્ર આંદોલન કરીશું – ઈશ્વર પરમાર