ફ્રેન્ડ્સ યુવા સેવા ગ્રુપ હળવદ ગરીબ પરિવાર માટે બન્યા હળવદના મસીહા

નિરાધાર પરિવારને મકાન બનાવી આપવામાં આવ્યું

વિશાલ જયસ્વાલ હળવદ : ફ્રેન્ડ્સ યુવા સેવા ગ્રુપ હળવદ જે છેલ્લા છ વર્ષથી હળવદમાં અલગ અલગ પ્રવૃત્તિ કરી લોકો માટે એક અગ્રીમ સામાજિક સંસ્થા બની ચૂકી છે ત્યારે હળવદમાં આવેલ ભવાની નગર ઢોરા વિસ્તારમાં એક નિરાધાર પરિવાર પાસે મકાન ના છાપરા તેમજ મકાન જર્જરીત હાલતમાં હતુ અને તે પડી જાય એમ હતુ એક જ વરસાદ માં જેથી ચોમાસા દરમ્યાન મકાનની અંદર પાણી પડતાં મકાનમાં રહેવું પણ મુશ્કેલ બની જતું હોય છે ત્યારે એક વ્યક્તિએ ફ્રેન્ડ્સ યુવા સેવા ગ્રુપ નો સંપર્ક શાધી આ પરિવારને યોગ્ય મદદ કરવાનું જણાવ્યું ત્યારે તાત્કાલિક ચોમાસુ નજીક હોવાથી સ્થળ પર જઈને યોગ્ય તપાસ કરી દાતાઓ નો સંપર્ક કર્યો ત્યાર બાદ અનેક દાતાઓ એ પોતાની બનતી તમામ મદદ કરવા જણાવ્યું અને ગ્રુપ દ્વારા જરૂરી તમામ સામગ્રી એકઠી કરી ગ્રુપના સભ્યો તેમજ મજૂરો દ્વારા આ કાર્ય માત્ર ચાર દિવસમાં પૂર્ણ કરી પરિવારને જરૂરિયાત પ્રમાણે મકાન ઊભું કરવામાં આવ્યું

આ મકાન જોતાની સાથે જ પરિવારમાં રહેલ ત્રણ બાળકો અને નાની દીકરી અંદાજિત સાત વર્ષની ઉંમર કે જેના હર્ષના આંસુ જોવા મળ્યા હતા તેમજ પરિવાર ખૂબ જ ખુશ જોવા મળ્યો હતો અને આગામી સમયમાં જ્યાં સુધી પોતાના પગભર ન થાય ત્યાં સુધી રાત્રીના ભોજનની સંપૂર્ણ વ્યવસ્થા ગ્રુપ દ્વારા ઉઠાવવામાં આવી

તમામ દાતાઓ ના દાન દ્વારા આ ઘર બનાવામાં આવ્યુ હતું 9500 માડવી ડાબેલી ચેતનભાઇ તરફ થી, 5500 મુખ્ય દાતા સન્નીભાઇ ઠક્કર ભવાની ગ્રુપ, 2500 અનાજ કિટ જન્મ દિવસ નિમિત્તે સ્વ. હિંમતલાલ નાગરદસ પરીખ, 1000 તપનભાઇ દવે તરફ થી, 2000 અલ્તાફ બાહુબલી વારા, 500 ભરકાદેવી આઇસ ક્રીમ, 500 ચંદુભાઇ ઇલેક્ટ્રિક વારા, 500 શ્રીજી સ્ટુડિયો ટીકર વારા, 2500 રામભરોસે, 1000 રાજલ ના બાલુડા ગ્રુપ વારા તરફ થી, 1000 લકી સ્ટુડિયો હળવદ, 500 ડગલી ટ્રાન્સપોર્ટ તરફ થી, 500 ભાવેશ ભાઇ dhagdhra, 500 મેહુલભાઇ શોની રણમલપુર વારા, 500 ભાવિક ભાઇ તરફ થી, 500 મયુર રાજ ટ્રાવેલ્સ વારા દશરથબાપુ, 500 બાપાસીતારામ પુરી શાક અપ્પુ તરફ થી, 500 ક્રિષ્ના ફેબ્રીકશન મહેશભાઇ, 500 A To Z વારા નુંરાભાઇ તરફ થી, 500 રામભરોસે, 500 ભરતભાઇ મનજીભાઇ તરફ થી, 1000 સુનિલભાઇ શક્તિનગર વારા તરફ થી, 1100 દયાવાન ગ્રુપ dhagdhra તરફ થી, 500 હરસીત કોયા તરફ થી, 500 મનસુખભાઇ ગોલા વારા, 1000 પ્રકાશભાઇ સિંધવ તરફ થી, 500 જયેશ અમૃતભાઇ તરફ થી, 1100 મજનુભાઇ ગેરેજ વારા તરફ થી, 2 જોડી નવા કપડા ન્યુ ક્રિષ્ના બ્રાન્ડ તરફ થી